આ હિરોઈનની છે રેકોર્ડબ્રેક બ્રાન્ડ વેલ્યુ, કમાણીમાં ભલ ભલા હીરોને પણ પાછળ ધકેલી દીધા

0
48

તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં દીપિકા પદુકોણ પ્રથમ ક્રમાંકે રહી છે. હિંદી સિનેમાની એક માત્ર અભિનેત્રી છે જેની બ્રાન્ડ વેલ્યુ આજે ૧૦.૨૫ કરોડ ડોલર આંકવામાં આવી રહી છે. આ બાબતે તેણે અભિનેતાઓને પણ પાછળ છોડી દીધા છે.

રિપોર્ટના પ્રમાણે ભારતની ૨૦ સેલિબ્રિટિઓની બ્રાન્ડ વેલ્યુ ૮૭૭ મિલિયન ડોલર છે, જેમાં બોલીવૂડના અન્ય કલાકારો કરતાં દીપિકાની સૌથી વધુ છે. ગયા વરસે દીપિકાની ફક્ત એક ફિલ્મ ‘પદમાવત’ રીલિઝ થઇ હતી. પરંતુ તે વિજ્ઞાાપનો સતત મેળવતી ગઇ. તેણે ‘સેક્સિેસ્ટ વુમેન ઓફ એશિયન’નું પણ સમ્માન મેળવ્યું છે.

મારા માટે આ એક ખાસ યાદગાર વરસ બની રહેશે

” ગયું વરસ મારા માટે ખૂબ જ ઉત્તમ નીવડયું છે. મારા માટે આ એક ખાસ યાદગાર વરસ બની રહેશે. મારી વ્યવસાયિક તેમજ અંગત જીવન બન્ને માટે એ લાભદાયક રહ્યું છે. મારું નામ આજે  ટોચ પર છે જેનો મને આનંદ છે. આનો મતલબ એક જ થાય છે કે તમને મારા અથાક પરિશ્રમનો ચોક્કસ  સારો બદલો જ મળે છે,” તેમ દીપિકાએ જણાવ્યું હતું.

મેઘના ગુલઝારની ‘છપાક’માં કામ કરવા ઉત્સાહિત

હાલ દીપિકા મેઘના ગુલઝારની ‘છપાક’માં કામ કરવા ઉત્સાહિત છે. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. એસિડ એટેકનો હુમલો બનેલી મહિલાની કથની અને સંઘર્ષ રજુ કરતી આ એક સંવેદનશીલ ફિલ્મ હશે. દીપિકા આ ફિલ્મમાં ફક્ત મુખ્ય પાત્ર જ નથી ભજવી રહી પરંતુ તે આ ફિલ્મની સહ-નિર્માત્રી પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here