આ હેન્ડસમ હંકે લઇ લીધો સૈફ સાથે પંગો, કરીનાને બનાવા માગે છે પોતાની પત્ની!

0
30

બોલીવુડના હેન્ડસમહંક સિદ્ધાર્થ મલ્હોત્રાએ નવાબ સૈફ અલી ખાન સાથે પંગો લઇ લીધો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ઇચ્છા વ્યક્ત કરી છે કે તે કરીના કપૂર ખાનને તેની પત્ની તરીકે જોવા માંગે છે. હવે તેનાથી પહેલા કે તમે કંઇક વધારે વિચારો અમે તમને જણાવી દઇએ કે આ વાત સિદ્ધાર્થે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 6માં કહી

કરણના આ ચેટ શોના આગામી એપિસોડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર મહેમાન હશે અને આ એપિસોડનો એક પ્રોમો હાલમાં જારી કરવામાં આવ્યો છે. એપિસોડના એક રાઉન્ડ દરમિયાન જ્યારે કરણ સિદ્ધાર્થથી પુછ્યું કે તે કઇ અભિનેત્રીને વાઇફ તરીકે જોવા માંગે છે. તો સિદ્ધાર્થે કરીનાનું નામ લે છે. જેને સાંભળીને કરણ પણ હેરાન રહી ગયા.

ઉલ્લેખનીય છે કે કરીના ફક્ત સૈફની પત્ની જ નથી પરંતુ કરણની મિત્ર પણ છે. જોકે, સિદ્રાર્થે આ વાત મજાકમાં કહી. જ્યારે કરણે આગળ પુછ્યું કે કોને તેનો ભાઇ બનાવવા માંગે છે. તો તેને સેફનું નામ લીધું. કરણે ખરેખર વિચાર્યું ન હતુ કે સિદ્ધાર્થ આવો જવાબ આપશે. જોકે આ એપિસોડ ખૂબ રસપ્રદ થવાનો છે અને પ્રોમો જોઇને આશા લગાવવામાં આવી રહી છે કે તેમા સિદ્ધાર્થ અને આદિત્ય વધારે મસાલેદાર ટ્વિસ્ટ લઇને આવી શકે છે.

જો વાત કરીએ ફિલ્મોની તો જ્યાં સિદ્ધાર્થ મલ્હોત્રા ગત વર્ષે આવેલી ફિલ્મ અય્યારીમાં નજરે પડ્યા હતા. જ્યારે તે ખૂબ જ જલદી જબરિયા જોડી અને મરજાવામાં નજરે પડશે. જ્યારે આદિત્ય રોય કપૂરની પાસે કલંક અને સડક 2 જેવી બે ફિલ્મો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here