Thursday, October 28, 2021
Homeઆ HOT એક્ટ્રેસે કહ્યુ , 'કરિના કપૂર લાઇમલાઇટમાં રહેવા માટે તૈમૂરની મદદ...
Array

આ HOT એક્ટ્રેસે કહ્યુ , ‘કરિના કપૂર લાઇમલાઇટમાં રહેવા માટે તૈમૂરની મદદ લે છે’

સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનનો દિકરો તૈમૂર અલી ખાન બોલિવુડનૌ સૌથી પૉપ્યુલર સ્ટાર કિડ છે. કરિના કપૂર મોટેભાગે તૈમૂર સાથે ફોટોઝ ક્લિક કરાવતી જોવા મળે છે. આ માટે ઘણીવખત તે સોશ્યલ મીડિયા પર ટ્રોલ પણ થઇ ચૂકી છે.

જી હા, ઘણી વખત ઇન્ટવ્યૂ દરમિયાન પણ તેને પૂછવામાં આવે છે કે તે તૈમૂરને આટલો લાઇમલાઇટમાં કેમ રાખે છે? જેના જવાબમાં કરિના કહે છે કે, ”અમે પોતે આ વાતથી પરેશાન છીએ, પરંતુ અમે તૈમૂરને બાંધીને પણ ના રાખી શકીએ.”

જોકે આ મામલામાં બોલિવુડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ કરિના કપૂર પર આરોપ લગાવ્યો છે કે કરિના કપૂર લાઇમલાઇટમાં રહેવા માટે પોતે જ મીડિયામાં ફોન કરે છે અને પછી મીડિયાવાળા તૈમૂરની ફોટોઝ અને વીડિયોઝ લેવા માટે પાછળ દોડાદોડી કરે છે.

પાયરલ રોહતગીએ યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે વિવેક ઑબરોયના મામલાની વાત કરતા કરતા  અચાનક કરિના કપૂર વિશે બોલવા લાગી. થોડા દિવસ પહેલા વિવેક ઑબરોય એક્ઝિટ પોલને લઈને ઐશ્વર્યા રાયનું મીમ શેર કરતાં ટ્રોલ થયો હતો, જે પછી તેણે માફી માગીને ટ્વિટ પણ ડિલીટ કરી દીધુ. આ અંગે પાયલે કહ્યું કે, ”વિવેકનું કામ પૂરુ થઈ ગયું છે. તેને લાઇમલાઇટમાં આવવાનું હતુ. તેની ફિલ્મ  ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ થવાની છે, તેથી ચર્ચામાં આવવા તેણે આમ કર્યુ છે.”

પાયલે આગળ કહ્યું કે, ”તેમાં શું ખોટું છે. ઘણી એક્ટ્રેસ આવું કરે છે.” જે બાદ તેણે ઉદાહરણ આપતા કહ્યું કે,  ”કરીના કપૂર પણ મીડિયાને ત્યારે બોલાવે છે જ્યારે તે તૈમૂરની સાથે હોય છે તે પણ લાઇમલાઇટમાં રહેવા માટે આવુ કરે છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments