Thursday, February 22, 2024
Homeખેલઇંગા સ્વાઇટેક ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર

ઇંગા સ્વાઇટેક ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર

- Advertisement -

ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરૂષો બાદ મહિલા સિંગલ્સમાં પણ અપસેટનો તબક્કો શરૂ થયો છે. વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી ઇંગા સ્વાઇટેક ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઇ ગઇ છે. તે આજે મહિલા સિંગલ્સના ચોથા રાઉન્ડમાં એલેના રાયબકીના સામે 4-6, 4-6થી હારી ગઈ હતી. રાયબકીનાએ મહિલા સિંગલ્સમાં નંબર વન ખેલાડીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. આ ટૂર્નામેન્ટમાં સ્વાઈટેક પણ ટોચની ક્રમાંકિત મહિલા ખેલાડી હતી. વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિયન રાયબકીનાએ ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય કરીને ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે.

આ ટુર્નામેન્ટમાં અગાઉ ટોચના ક્રમાંકિત રફેલ નડાલ અને બીજા ક્રમાંકિત કેસ્પર રૂડ પુરૂષ સિંગલ્સમાં બહાર થઈ ગયા હતા. આ બે સિવાય એન્ડી મરે અને ડેનિલ મેદવેદેવ પણ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. કઝાકિસ્તાનની રાયબકીનાએ એક કલાક અને 29 મિનિટ સુધી ચાલેલી મેચમાં શાનદાર રમત રમી અને સ્વાઇટેકને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી. આ સાથે જ તે આ ટાઇટલ જીતવાનો પ્રયાસ પણ કરશે. ગયા વર્ષે યુએસ ઓપન જીતનાર કઝાકિસ્તાનની આ ખેલાડીએ કહ્યું કે આ ખરેખર મુશ્કેલ મેચ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular