Monday, December 5, 2022
Homeખેલઇગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ IPLમાં રમતો જોવા મળશે

ઇગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ IPLમાં રમતો જોવા મળશે

- Advertisement -

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 માટે 23 ડિસેમ્બરે મીની હરાજી થવા જઈ રહી છે. આ હરાજી કોચીમાં થશે. બીજી તરફ જેમ જેમ હરાજીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેને લગતા મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન જો રૂટ IPLમાં રમવા માંગે છે. રૂટ પણ આઈપીએલમાં સામેલ થવા માટે પોતાનું નામ હરાજીમાં મૂકવાની યોજના બનાવી રહ્યો છે.

ઈંગ્લેન્ડ ટીમના અનુભવી બેટ્સમેન જો રૂટે આઈપીએલ 2023માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રૂટે કહ્યું કે ‘તે IPLમાં રમવાનું વિચારી રહ્યો છે, તેને આ ટૂર્નામેન્ટમાં એક્સપોઝર મળવાની આશા છે. જો તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવાની તક મળે છે તો તે ઘણું સારું રહેશે.

રૂટે એમ પણ કહ્યું કે તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી20થી અલગ થઈ ગયો છે, તેણે ઘણી ટી20 મેચ રમી નથી. જોકે રૂટ આઈપીએલ 2023 માટે મિની ઓક્શનમાં પોતાનું નામ આપવા પર વિચાર કરી રહ્યો છે. રૂટની ગણના વર્તમાન વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં થાય છે. આવી સ્થિતિમાં જો રૂટ IPL ઓક્શનમાં પોતાનું નામ આપે છે તો ઘણી ટીમો તેના પર મોટી બોલી લગાવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular