ઇઝરાયલ : ગઠબંધન બનાવવામાં અસફળ રહ્યા વડાપ્રધાન નેતન્યાહૂ, દેશમાં ફરીથી સામાન્ય ચૂંટણી થશે

0
36

તેલ અવીવઃ ઇઝરાયલમાં આ વર્ષે માર્ચમાં થયેલી ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડી પાર્ટીને સૌથી વધુ સીટો મળી. તેમ છતાં છેલ્લાં છ અઠવાડિયામાં બીજી પાર્ટીઓની સાથે ગઠબંધન બનાવવામાં નિષ્ફળ રહ્યા. બુધવારે સાંસદોએ સરકાર બનાવવામાં સમય લાગતા સસંદ ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો. જેના કારણે 17 સપ્ટેમ્બરના રોજ એકવાર ફરીથી ઇઝરાયલમાં સામાન્ય ચૂંટણી યોજાશે.

ઇઝરાયલના ઇતિહાસમાં આવું પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવેલા કોઇ નેતા ગઠબંધન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. નેતન્યાહૂ ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ વામપંથી પાર્ટીઓની સાથે સમજૂતી કરવાની કોશિશમાં લાગેલા હતા. જો કે, ધાર્યા પરિણામ નહીં મળ્યા બાદ સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. હાલ 120માંથી 199 સાંસદોએ વોટિંગમાં ભાગ લીધો. જેમાં 74એ સંસદ ભંગ કરવા અને 45એ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યુ.

ઇઝરાયલમાં અત્યાર સુધી પાર્ટીને બહુમત નહીં
બેન્જામિન નેતન્યાહૂ સતત પાંચમી વખત ચૂંટણી જીતીને સૌથી લાંબા સમય સુધી ઇઝરાયલના વડાપ્રધાન બનવા તરફ છે. ચૂંટણી સુધી તેઓ દેશની કમાન સંભાળશે. જો આગામી ચૂંટણી પણ એપ્રિલમાં મતદાન દરમિયાન ઉઠેલા મુદ્દા પર જ લડવામાં આવશે. ખાસ વાત એ છે કે, ઇઝરાયલની 120 સીટોવાળી સંસદમાં આજ સુધી કોઇ પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળ્યું. એટલે કે, તમામ સરકારો પણ અત્યાર સુધી ગઠબંધન કરી રહી છે.

ચૂંટણીમાં નેતન્યાહૂની પાર્ટીને 35 સીટો મળી હતી
એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નેતન્યાહૂની પાર્ટીને 35 સીટો પર જીત મળી હતી. બીજી વામપંથી પાર્ટી બ્લૂ એન્ડ વ્હાઇટે પણ 34 સીટો પર કબજો કર્યો હતો. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને પાર્ટી સાથે મળીને ગઠનબંધન કરી લેશે. પરંતુ કેટલાંક મુદ્દા પર વાત નહીં બનવાના કારણે નક્કી સમય સુધી દેશમાં બહુમતની સરકાર નથી બની શકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here