Monday, October 25, 2021
Homeઇડર / માઇક્રો ફાયનાન્સ કંપનીના મેનેજરે રૂ.5.87 લાખની ચોરી કરી
Array

ઇડર / માઇક્રો ફાયનાન્સ કંપનીના મેનેજરે રૂ.5.87 લાખની ચોરી કરી

  • CN24NEWS-20/06/2019

ઇડરઃ ઇડરમાં મહિલાઓને ગૃપમાં લોન આપી તેને રીકવરીનું કામ કરતી લાઇટ માઇક્રો ફાયનાન્સ પ્રાયવેટ લીમીટેડના બ્રાન્ચ ઓપરેશન મેનેજરે રૂા.5.87 લાખની ચોરી કરી પોલ ખૂલી જવાની બીકે ચલણી નોટો ભરેલો થેલો બીન વારસી મૂકી દીધા બાદ પોતે ચોરી કરેલ હોવાનુ અને પૈસા ભરી દેવાની કબૂલાત કરતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો ધ્વારા મળતી માહીતી અનુસાર ઇડરના દામોદર કોમ્પ્લેક્ષમાં પહેલા માળે લાઇટ માઇક્રો ફાયનાન્સ પ્રા.લી.ની બ્રાન્ચ ઓફીસ છે અને તેમાં બ્રાન્ચ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા મયુરકુમાર બાબુભાઇ પંડ્યા ચોથા માળે રહે છે. શની રવી દરમિયાન મહીલા ગૃપની લોન પૈકી રીકવરી કરેલ રૂા.5,87,548 ઓફીસનુ તાળુ તોડી કોઇ ચોરી કરી લઇ ગયુ હોવા અંગે મયુરભાઇએ બ્રાન્ચ મેનેજરને જાણ કરતા તેણે રીજીયોનલ મેનેજરને જાણ કરી હતી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુખ્ય દરવાજો, તિજોરી, તિજોરીના ડ્રોઅર વગેરેનુ એક પણ તાળુ તૂટેલ ન હતુ અને સીસીટીવી કેમેરાનુ ડીવીઆર ગાયબ હતુ તમામ ચાવીઓ મયુરભાઇ પાસે રહેતી હોઇ શક પાકો થયો હતો.

ત્યારબાદ તા.18/06/19ના રોજ સવારે દામોદર કોમ્પ્લેક્ષમાંથી મયુર પંડ્યાની ઘર નજીકથી ચલણી નોટો ભરેલ થેલો મળી આવ્યો હતો જેથી રીજીયોનલ મેનેજર જમાલખાન પઠાણ, ફીલ્ડ ઓફીસ, એડમીન, લીગલ મેનેજર વગેરે દોડી આવ્યા હતા અને પોલીસ ફરીયાદ કરવાનુ કહેતા મયુરભાઇ પંડ્યાએ ચોરીની કબૂલાત કરી પૈસા ભરી દેવા જણાવી ફરીયાદ ન કરવાનુ કહ્યુ હતુ. જમાલખાન પઠાણની ફરીયાદને આધારે પોલીસે મયુરકુમાર બાબુભાઇ પંડ્યા વિરુધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments