Tuesday, September 28, 2021
Homeઇથોપિયા પ્લેન ક્રેશ : મૃતકોની અંતિમવિધિ માટે કંપનીએ જમીન આપી, બોઇંગને 35000...
Array

ઇથોપિયા પ્લેન ક્રેશ : મૃતકોની અંતિમવિધિ માટે કંપનીએ જમીન આપી, બોઇંગને 35000 કરોડનું નુકસાન થવાની શક્યતા

બોઇંગ કંપનીના સીઇઓ ડેનિસ મુલેનબર્ગ (55)ને ગત વર્ષે વેતન અને અન્ય લાભો સહિત 3 કરોડ ડોલર ( 207 કરોડ રૂપિયા ) નું કમ્પેનસેશન મળ્યું. જે 2017 ની સરખામણી એ 60 લાખ ડોલર (41.4 કરોડ રૂપિયા)થી વધારે છે. 2018માં પહેલીવાર બોઇંગનો રેવન્યૂ રેકોર્ડ 101 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. મુલેનબર્ગ  ને તેનો સૌથી વધુ ફાયદો થયો હતો. પરંતુ ગત રવિવારે થયેલા બોઇંગ વિમાન દુર્ઘટનાથી મુલેનબર્ગને 34 વર્ષના કરિયરમાં સૌથી કપરી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. ઇથોપિયન એરલાઇન્સનું પ્લેન બોઇંગ 737 મેક્સ-8 10 માર્ચના રોજ ક્રેશ થયું હતું, જેમાં 157 લોકોનાં મોત થયા હતા. ઇથોપિયન એરલાઇન્સે યાત્રીઓના પરિવારજનોને ઘટનાસ્થળ પર અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા આપી છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, વિમાન કંપનીએ અદીસ અબાબામાં જ્યાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં મૃતકોના પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે જમીનનો ટૂકડો આપ્યો છે.

અવશેષો મળવામાં 6 મહિનાનો સમય
એરલાઇન્સ તરફથી મૃતકોના પરિવાર અને મિત્રોને કહેવામાં આવ્યું છે કે, અવશેષોને ઓળખવામાં 6 મહિના સુધીનો સમય લાગી શકે છે. 10 માર્ચના રોજ થયેલી આ દુર્ઘટના બાદ વિશ્વમાં બોઇંગ 737 મેક્સ- 8/9ના વિમાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ઇથોપિયાના પરિવહન મંત્રી ડગમાવિત મોગસે શનિવારે કહ્યું કે, તપાસકર્તાઓએ આ વિમાન ક્રેશના કારણોની જાણકારી મેળવવામાં ઘણો સમય લાગી શકે છે. ઘટનામાં માર્યા ગયેલા યાત્રીઓના મૃત્યુ પ્રમાણ પત્ર બે અઠવાડિયામાં જ આપી દેવામાં આવશે.
ઘટના બાદ 2 દિવસમાં 13 ટકા શૅર્સ ઘટ્યા
ગત સપ્તાહે બોઇંગના શૅરમાં ઘટાડાથી કંપનીની માર્કેટ કેપ 2.10 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ હતી. 2 દિવસમાં શૅરમાં 13 ટકાનો ઘટાડો થયો હતો. જો કે, થોડાં દિવસોમાં આંશિક રિકવરી થઇ હતી. પરંતુ બોઇંગની મુશ્કેલીઓ ઓછી નથી થઇ. અમેરિકા અને ભારત સહિત વિશ્વના 57 દેશ બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. આ વિમાન કંપનીની રેવન્યૂનો પ્રમુખ સોર્સ છે.
15 લાખથી વધુ કર્મચારીઓવાળી બોઇંગ કંપનીએ 737 મેક્સ-8 વિમાનોની ડિલિવરી હાલ અટકાવી દીધી છે. તેઓનું કહેવું છે કે, આ વિમાનની ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમને અપડેટ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે, 2 મહિના ડિલિવરી અટકાવવાના કારણે આ વર્ષે કંપનીને 5.1 અબજ ડોલર (35190 કરોડ)નું નુકસાન થઇ શકે છે.
અમેરિકા તરફથી બોઇંગના વિમાનો પર પ્રતિબંધ લગાવતા પહેલાં મુલેનબર્ગે કહ્યું હતું કે, કંપનીના એરક્રાફ્ટ સુરક્ષિત છે, તેના પર પ્રતિબંધ લગાવવાનું કોઇ કારણ નથી. અમેરિકાએ આ દલીલ માન્ય નથી રાખી અને અહીંના ફેડરલ એવિએશને બોઇંગના 737 મેક્સ-8 વિમાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, દેશના લોકોની સુરક્ષા અમારાં માટે મહત્વની છે.
જો કે, નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે, હાલના સંકટથી કંપનીની નાણાકીય સ્થિતિ પર લાંબી અવધિમાં અસર પડવાની સંભાવનાઓ નથી. ઓક્ટોબરમાં થયેલી ઘટના છતાં ગત વર્ષે કંપની રેકોર્ડ રેવન્યૂ અને 10 અબજ ડોલરનો નફો કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments