‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ ફિલ્મનું ટીઝર રિલીઝ, અર્જૂન કપૂર એક્શન મોડમાં દેખાયો

0
31

બોલિવૂડ ડેસ્ક: અર્જુન કપૂર સ્ટારર ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મના ડિરેક્ટર અને રાઈટર રાજ કુમાર ગુપ્તા છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝે ફિલ્મને પ્રોડયૂસ કરી છે.

સ્ટોરી

એક વ્યક્તિ નમાજ પઢતો દેખાય છે, જેનો ચહેરો બતાવ્યો નથી. આ સમયે જ બેકગ્રાઉન્ડમાં ડાયલોગ સંભળાય છે કે, આત્મા ક્યારેય મૃત્યુ નથી પામતો, શરીર મરે છે. હું લોકોને મારી નથી રહ્યો, પરંતુ તેમના આત્માને એક શરીરમાંથી બીજા શરીરમાં મોકલી રહ્યો છું. આ હું નથી કહી રહ્યો પરંતુ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું.

આ ડાયલોગ અર્જૂન કપૂરને જે વોન્ટેડની શોધ છે, તેવા ‘ભારતના ઓસામા’નો લાગી રહ્યો છે. એકટર રાજેશ શર્મા અર્જુન કપૂર અને તેના 4 સાથીઓને પૂછે છે કે ભારતના મોસ્ટ વોન્ટેડને કોઈ હથિયાર કે કોઈ મદદ વગર પકડી શકીશ? અર્જુન જવાબમાં માત્ર ‘હા’ કહે છે.

આ ફિલ્મમાં અર્જુન ઇન્ટેલિજન્સ બ્યુરોના ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યો છે. આતંકીઓને કોઈ પણ હથિયાર વિના જ પકડી પાડનારા રિયલ હીરોઝની સ્ટોરી આ ફિલ્મમાં છે.

રિલીઝ

15 એપ્રિલે અર્જુન કપૂરની આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો. પોસ્ટરની ટેગ લાઈન પર લખ્યું હતું કે, ‘ધ મેન હન્ટ બિગિન્સ’. 24 મે,2019ના રોજ ફિલ્મ રિલીઝ થશે.