Thursday, October 21, 2021
Homeઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી નાંખો ડિલીટ અને 1 વર્ષ સુધી કરો ફ્રી માં...
Array

ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી નાંખો ડિલીટ અને 1 વર્ષ સુધી કરો ફ્રી માં હવાઇ સફર

તમારામાંથી મોટાભાગના લોકો ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરતા હશો. એવામાં સ્વાભાવિક વાત છે કે તમે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કોઇ ફોટો અથવા વીડિયો પણ શેર કર્યો હશે, પરંતુ અમે તમને એવું કહીએ કે તમારા ઇન્સ્ટાગ્રામથી તમામ પોસ્ટ ડિલીટ કરી નાંખો અને બદલામાં 1 વર્શ સુધી ફ્રી માં હવાઇ યાત્રા કરો તો કદાચ તમને મજાક લાગશે, પરંતુ આ સાચું છે JetBlue તમને આવી જ ઓફર આપી રહી છે.

અમેરિકન એરલાયન્સ જેટબ્લૂએ કહ્યું છે કે જો તમે તમારા ઇન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડિલીટ કરી દો છો તો કંપની તમને એક વર્ષ સુધી ફ્રી માં હવાઇ સફ કરાવશે. એની જાણકારી કંપનીએ ખુદ ટ્વિટ કરીને આપી છે. એના માટે કંપનીએ ઑલ યૂ કૈન જેટ નામથી ઓફરની શરૂઆત કરી છે.

કંપનીના બ્લોગ પોસ્ટ પ્રમાણે આ સ્પર્ધાની છેલ્લી તારીખ 8 માર્ચ 2019 છે એટલે કે આ પહેલા તમારે આ હરિફાઇમાં ભાગ લેવો પડશે. જો તમે આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છો છો તો તમારા ફોનના બ્રાઉઝરમાં https://www.jetblue.com/aycj/ આ લિંકને ઓપન કરો.

ત્યારબાદ તમારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટને ડિલીટ કરો અને એનો ફોટો અથવા સ્ક્રીનશૉટ અપલોડ કરો. સાથે જ તમારે એક ખાલી જગ્યાને પણ ભરવી પડશે જે ઑલ યૂ કેન…નામથી હશે. સાથે જ તમને કંપનીના ટેમ્પલેટની સાથે કંપનીને ટેગ કરતાં ઇન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ કરવી પડશે.

જણાવી દઇએ કે કંપનીએ આ પ્રતિયોગિતાની શરૂઆત 27 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. ત્યારબાદ હજાર લોકોએ પોતાના ઇન્સ્ટાગ્રામ ફીડ ડિલીટ કરવાના ફોટોને અપલોડ કર્યો છે. તો જો તમને પણ એવું લાગે છે કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટને ડિલીટ કરવાથી તમને કોઇ નુકસાન થશે નહીં તો તમે આ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો અને સમગ્ર 1 વર્ષ સુઘી ફ્રી માં હવાઇ સફર કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments