Tuesday, October 3, 2023
Homeઇમરજન્સીના 44 વર્ષ પૂરા થવા પર PM મોદીએ Tweet કરી Video કર્યો...
Array

ઇમરજન્સીના 44 વર્ષ પૂરા થવા પર PM મોદીએ Tweet કરી Video કર્યો શેર

- Advertisement -

દેશના લોકતંત્રમાં કાળા દિવસ તરીકે યાદ કરાતા ઇમરજન્સીને આજે 44 વર્ષ પૂરા થઇ ગયા છે. 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ ઇમરજન્સીની જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા અને મોદી સરકારના મંત્રીઓ આજે તેના પર સોશિયલ મીડિયામાં પોતાના વિચારો રજૂ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો ક્લિપ શેર કરી ઇમરજન્સીને યાદ કરી તો ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે આજના દિવસે જ રાજકીય હિતો માટે લોકતંત્રની હત્યા કરી દેવાઇ હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરી લખ્યું કે એ દિવસને દેશની સંસ્થાઓની અખંડિતતા બનાવી રાખવા માટે યાદ રાખે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કરી ઇમરજન્સીના કાલખંડને યાદ કર્યો. તેમાં સંસદમાં આપવામાં આવેલા પીએમના ભાષણનો હિસ્સો પણ દેખાડાયો છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વીટ કરી. તેમણે લખ્યું કે 1975મા આજના જ દિવસે માત્ર પોતાના રાજકીય હિતો માટે દેશના લોકતંત્રની હત્યા કરાઇ. દેશવાસીઓ પાસેથી તેમના મૂળભૂત અધિકાર છીનવી લેવામાં આવ્યા, અખબારો પર તાળા લગાવી દીધા. લાખો રાષ્ટ્રભકતો એ લોકતંત્રને પુર્નસ્થાપિત કરવા માટે અનેક વેદનાઓ સહન કરી, હું એ તમામ સેનાનીઓને નમન કરું છું.

1975માં આજના જ દિવસે માત્ર પોતાના રાજકીય હિતો માટે દેશના લોકતંત્રની હત્યા કરાઇ. દેશવાસીઓ પાસેથી તેમના મૂળભૂત અધિકાર છીનવી લેવાયા, અખબારોને તાળા મારી દેવામાં આવ્યા. લાખો રાષ્ટ્રભકતોને લોકતંત્રને પુનર્સ્થાપિત કરવા માટે અનેક યાતનાઓ સહન કરી. હું એ તમામ સેનાનીઓને નમન કરું છું.

તો બીજીબાજુ રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે 25મી જૂનના રોજ ઇમરજન્સીની જાહેરાત કરી અને ત્યારબાદની ઘટનાઓ ભારતના ઇતિહાસના સૌથી ઊંડા અધ્યાયોમાંથી એક તરીકે ચિહ્નિત છે. એ દિવસ, આપણે ભારતના લોકોએ હંમેશા પોતાની સંસ્થાઓ અને સંવિધાનની અખંડતાને બનાવી રાખવાના મહત્વને યાદ રાખવું જોઇએ.

 

રક્ષા મંત્રી સિવાય મોદી સરકારના કેટલાંય બીજા મંત્રીઓએ પણ તેને લઇ ટ્વીટ કરી. કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજુ એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, આજે અડધી રાત્રે હું મારો સમય સ્વતંત્રતા માટે સમર્પિત કરીશ કારણ કે 25મી જૂન 1975 અડધી રાતે ભારતમાં ઇમરજન્સી લાગી હતી તથા લોકતંત્રની હત્યા એ ક્ષણે થઇ હતી. રિજિજૂ એ આ ટ્વીટમાં એ સમયના અખબારની તસવીર પણ શેર કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular