Wednesday, September 28, 2022
Homeઇમરાન ખાન પાકિસ્તાન : જે વ્યક્તિ કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ લાવે, તે જ...
Array

ઇમરાન ખાન પાકિસ્તાન : જે વ્યક્તિ કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ લાવે, તે જ નોબલ શાંતિ પુરસ્કારનો હકદાર

- Advertisement -

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, નોબલ શાંતિ પુરસ્કાર માટે તેઓ પોતાને યોગ્ય ગણતા નથી. તેઓનું કહેવું છે કે, કાશ્મીર સમસ્યાનું સમાધાન શોધનાર વ્યક્તિને આ પુરસ્કાર મળવો જોઇએ. તેઓનું માનવું છે કે, આ સમસ્યાના ઉકેલ બાદ જ ઉપમહાદ્વિપમાં શાંતિ અને માનવીય વિકાસનો માર્ગ ખુલી શકશે.

પાક સોશિયલ મીડિયા પર અભિયાન
પાકિસ્તાન મીડિયામાં કહેવામાં આવ્યું કે, ભારતીય પાઇલટ અભિનંદન વર્ધમાનને મુક્ત કર્યા બાદ પાકિસ્તાનના લોકોએ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું છે. અત્યાર સુધી ત્રણ લાખથી વધુ લોકોએ ઇમરાનને નોબલ આપવાના સમર્થનમાં હસ્તાક્ષર કર્યા છે. આ અગાઉ ગુરૂવારે સંસદના સંયુક્ત સત્રમાં ઇમરાને કહ્યું હતું કે, અભિનંદનની મુક્તિ શાંતિ તરફનું પહેલું પગલું છે.
પાકિસ્તાનના સુચના મંત્રી ફવાદ ચૌધરીએ ઇમરાનને નોબલ પુરસ્કાર આપવાનો પ્રસ્તાવ સંસદના સચિવાલયમાં રજૂ કર્યો. તેમાં કહેવામાં આવ્યું કે, ભારતના આક્રમક વલણના કારણે પરમાણુ તાકાત સંપન્ન રાષ્ટ્રોની વચ્ચે યુદ્ધની સ્થિતિ બની ગઇ હતી. પરંતુ ઇમરાને શાંતિ સ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ કામ કર્યુ છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, શાંતિ માટે કરવામાં આવેલા ઇમરાનના પ્રયાસોના વખાણ થવા જોઇએ. આ માટે તેઓને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવા જોઇએ.
વિપક્ષે કહ્યું, હજુ પણ યુદ્ધની સ્થિતિ
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વરિષ્ઠ નેતા સૈય્યદ ખુર્શીદ શાહે દુઃખ વ્યક્ત કર્યુ છે કે, ઉપમહાદ્વિપમાં હજુ પણ યુદ્ધ જેવી સ્થિતિ યથાવત છે અને સત્તારૂઢ પાર્ટીના નેતા ઇમરાનને નોબલ પુરસ્કાર આપવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમાં અભિનંદનને મુક્ત કરવાના ટાઇમિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. શાહે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં વિપક્ષે સરકારને સંપુર્ણ સહયોગ આપ્યો, પરંતુ ઇમરાન વિપક્ષ સાંસદોને મળ્યા પણ નહીં. તેઓનું કહેવું હતું કે, જે વડાપ્રધાનને નોબલ પુરસ્કાર આપવા માટે અભિયાન ચલાવવામાં આવે છે, તેઓ વિપક્ષ સાંસદો સાથે વાત પણ નથી કરતા.
આતંકી સંગઠનો પર નિર્ણાયક કાર્યવાહી
પાકિસ્તાન પ્રતિબંધિત સંગઠનો વિરૂદ્ધ નિર્ણાયક નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે. પાક મીડિયાએ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, સરકાર જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત અન્ય પ્રતિબંધિત સંગઠનો વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવા જઇ રહી છે. હાલમાં જ પાકિસ્તાનના સુચના મંત્રી ફવાદ ચૌધરીએ તેના સંકેત આપ્યા હતા. જો કે, તેઓએ કહ્યું હતું કે, તેનો નિર્ણય સુરક્ષાબળોએ કરવાનો છે કે તેઓને કેટલાં સમયમાં અને ક્યારે ખતમ કરવામાં આવશે.
બીજી તરફ, રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગણી પર વિરોધ પરત ખેંચી શકે છે. મસૂદ પર પ્રતિબંધ માટે યુએનની સિક્યોરિટી કાઉન્સિલમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન તરફથી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મસૂદ પર પ્રતિબંધ લગાવવા માટે યુએનમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર ચીને કોઇ પ્રતિક્રિયા નથી આપી. ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને પોતાના પ્રસ્તાવમાં મસૂદની વૈશ્વિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવવા અને તેની તમામ સંપત્તિ ફ્રીઝ કરવાની માંગ પણ રાખી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular