Sunday, September 19, 2021
Homeઇસ્તાંબુલ : તુર્કી પ્રેસિડન્ટે ન્યૂઝીલેન્ડ હુમલાના વીડિયોને લોકલ ઇલેક્શન કેમ્પેઇનમાં રજૂ કર્યો
Array

ઇસ્તાંબુલ : તુર્કી પ્રેસિડન્ટે ન્યૂઝીલેન્ડ હુમલાના વીડિયોને લોકલ ઇલેક્શન કેમ્પેઇનમાં રજૂ કર્યો

ઇસ્તાંબુલ : તુર્કીશ પ્રેસિડન્ટે તુર્કી અને ઇસ્લામ પર થતાં અત્યાચારને દર્શાવવા હાલમાં જ ન્યૂઝીલેન્ડ મસ્જિદોમાં થયેલા આતંકી હુમલાની ક્લિપને પોતાના કેમ્પેઇનમાં ઉપયોગ કરી છે. પ્રેસિડન્ટ રેસેપ તૈય્યપ એર્દોગનના આ પગલાંના કારણે તેઓની ભારે ટીકા થઇ રહી છે. કેમ્પેઇન દરમિયાન ન્યૂઝીલેન્ડ હુમલાના આતંકીએ ફેસબુક પર લાઇવ સ્ટ્રિમિંગ કર્યુ હતું તેની ક્લિપ્સ દર્શાવવામાં આવી હતી. એર્દોગન આ મહિને લોકલ ઇલેક્શન માટે કેમ્પેઇનિંગ કરી રહ્યા છે, તેઓએ આ ક્લિપ દર્શાવીને લોકોને એવું કહ્યું હતું કે, વિશ્વમાં તુર્કી અને ઇસ્લામ ધર્મ સામે જોખમ છે. પ્રેસિડન્ટને આ વીડિયોને પોતાની રેલીમાં કેમ્પેઇન પ્રોપ તરીકે ઉપયોગ કર્યો હતો.

ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલામાં 50નાં મોત
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં 16 માર્ચ, શુક્રવારે બપોરે બે મસ્જિદોમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં 50 લોકોનાં મોત થયા છે. શૂટરે મસ્જિદમાં નમાજ માટે એકઠાં થયેલાં 300 લોકો પર ફાયરિંગ કર્યુ હતું. પોલીસે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરી છે. સૌથી પહેલાં જેની ધરપકડ થઇ હતી તે શૂટરની ઓળખ ટ્વીટર દ્વારા બ્રેન્ટન ટેરેન્ટ તરીકે થઇ છે. બ્રેન્ટને આ ઘટનાને ફેસબુક પર લાઇવ કરી હતી. તેણે શુક્રવારે 1.30 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર વહેલી સવારે) બપોરની નમાજ માટે એકઠાં થયેલા લોકો પર ઓપન ફાયર કર્યુ. ફેસબુકમાં 17 મિનિટના વીડિયોમાં 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટને 100થી વધુ શોટ્સ ફાયર કર્યા હતા.
ત્રણ તુર્કીશ નાગરિકોના મોત
અર્દોગનના કેમ્પેઇન સામે વાંધો ઉઠાવતા ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી વડાપ્રધાન વિન્સટ્ન પીટરે કહ્યું હતું કે, કેટલાંક રાજકારણીઓ સામૂહિક હિંસાની ઘટનાને હથિયાર બનાવી, તેને અપૂર્ણ રીતે દર્શાવીને ન્યૂઝીલેન્ડના લોકો અને અન્ય દેશોમાં વસતાં આપણાં નાગરિકોના ભવિષ્યને જોખમમાં મુકી રહ્યા છે, જે ખરેખર નિંદાપાત્ર છે.

ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં થયેલાં હુમલામાં 50 લોકોનાં મોત થયા હતા, તેમાં તુર્કીના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલાના આરોપી બ્રેન્ટન ટેરેન્ટ મૂળ ઓસ્ટ્રેલિયાનો વતની છે. તેણે હુમલા અગાઉ ટ્વીટર પર 87 પેજનો મેનિફેસ્ટો પોસ્ટ કર્યો હતો. જેમાં પોતે વ્હાઇટ સુપ્રીમસીનો હિમાયતી છે અને આ હુમલો મુસ્લિમોએ પોતાની જમીન પર કબજો કરી લીધો છે તેનો બદલો લેવા માટે કરી રહ્યો છે તેવું જણાવ્યું હતું.

આતંકીના મેનિફેસ્ટોમાં તુર્કી અને ઇસ્તાંબુલના પ્રસિદ્ધ હેગીયા સોફિયા ટાવરનો પણ ઉલ્લેખ હતો. આ ટાવર હવે મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે જે ઓટોમાન સામ્રાજ્ય દરમિયાન મસ્જિદ હતી.

ન્યૂઝીલેન્ડ ઓથોરિટીએ આ પ્રકારે શૂટરનો વીડિયો વાઇરલ થાય તેને અટકાવવા તાત્કાલિક પગલાંઓ લીધા છે. ઓથોરિટીએ ચેતવણી પણ આપી છે કે, આ ફૂટેજને શૅર કરવાથી કાયદાકીય કાર્યવાહી પણ થઇ શકે છે, ફેસબુકે પણ આ હુમલાને લગતી હજારો તસવીરો અને વીડિયો હટાવી દીધા છે.

એર્દોગને સપ્તાહના અંતે કરેલા કેમ્પેઇનમાં આ વીડિયોને પ્રોજેક્ટરની મદદથી દર્શાવ્યો હતો. અર્દોગને આ હુમલાને ઇસ્લામફોબિયાના ફેલાવા તરીકે રજૂ કર્યો હતો. અર્દોગને કેમ્પેઇમાં કહ્યું કે, આ એકમાત્ર ઇવેન્ટ નથી, હકીકતમાં આ ભવિષ્યમાં વ્યવસ્થા બની જશે. તેઓ આપણાં ધૈર્યની પરીક્ષા કરી રહ્યા છે જેનો સંદેશ ન્યૂઝીલેન્ડથી અંદાજિત 16,500 કિમી દૂરથી આપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments