ઈકબાલગઢમાં ઉપસરપંચની હત્યા, ગ્રામ પંચાયત આગળ જ અજાણ્યા શખ્સે કર્યો ઘાતક હુમલો

0
37
વડગામ: વડગામના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત આગળ ઉભા હતા, ત્યારે અજાણ્યો વ્યક્તિએ માથામાં તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાને લઈ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

ઉપસરપંચની હત્યાને લઈ અનેત તર્ક-વિતર્ક

જનતામાં લોકપ્રિય એવા સરપંચની હત્યાથી ગામ શોકમય બન્યું

ઉપસરપંચ રમેશભાઈની લોકચાહના ખુબજ હતી અને તેઓ ગામના દરેક લોકોના સરકારી કચેરીના અધૂરા કામો, પંચાયત લક્ષી કામો, રેશનકાર્ડના કામો કરતા હતા અને સ્વભાવે સરળ હોવાથી ગામ શોકમય બની ગયું હતું. જોકે આ હત્યા કોણે કરી કેમ કરી તેને લઈ અનેક તર્કવિર્તક વહેતા થયા છે.

ગ્રામ પંચાયત આગળ ઉભા હતા અને હત્યા થઈ

માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી અજાણ્યો શખ્સ ફરાર

વડગામ તાલુકામાં આવેલા ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ છગનભાઇ સેનમા (ઉ.વ 42)   ગ્રામ પંચાયતના ગેટ આગળ સાંજના સમયે ઉભા હતા.ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ રમેશભાઈના માથામા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો.જે અંગેની જાણ ગામના સરપંચ,ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોને થતાં તેઓએ  પોલીસને જાણ કરી હતી. જેને લઇ પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here