Monday, January 24, 2022
Homeઈડરમાં વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમિકા પર ફાયરિંગ કરનારની માથું કપાયેલી લાશ મળી
Array

ઈડરમાં વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમિકા પર ફાયરિંગ કરનારની માથું કપાયેલી લાશ મળી

હિંમતનગર – ઇડરઃ ઇડરના જૂની પોસ્ટ ઓફીસ વિસ્તારમાં વેલેન્ટાઇન ડેના દિવસે રાત્રે સાડા આઠેક વાગ્યે પ્રેમનો ઇજહાર કરી 39 વર્ષની પ્રેયસીને 27 વર્ષના યુવકે ચાલ મારી સાથે આપણે લગ્ન કરી લઇએ અને મારી સાથે નહી આવે તો જાનથી મારી નાખીશ તેમ કહી ફાયરીંગ કરવાની ઘટના બાદ ગુમ થઇ ગયેલ યુવકનું ધડ ત્રણ દિવસ બાદ સોમવારના રોજ સવારે ઇડરના ઘાંટીના ઢાળમાં ડુંગર પરથી મળી આવતા કમકમાટી ઉપજાવે તેવી હત્યાથી સાૈ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા.

બકરા ચરવવા ગોવળોએ લાશ જોઈ

ઇડરના ઘાંટી વિસ્તારમાં સોમવારના રોજ સવારે બકરા લઇને ડુંગર ઉપર ચરાવવા ગયેલા છોકરાઓએ એક લાશ જોતા નીચે દોડી આવ્યા હતા અને છાપરા બાંધીને રહેતા લોકોને  જાણ કરી હતી. તેમણે ડુંગર ઉપર જઇ લાશ જોતા ઇડર પોલીસને જાણ કરી હતી અને સવારે નવેક વાગ્યે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને જોઇ સૌ સ્તબ્ધ થઇ ગયા હતા.

મૃતકના ખિસ્સામાંથી 27 કાર્ટીસ મળ્યા

લાશનું માથું ગરદનમાંથી કાપી નાખવામાં આવ્યું હતુ. બંને પગ વચ્ચે એક બંદૂક ગોઠવેલી હતી જેમાં એક ફૂટેલો કાર્ટીસ હતો અને એક કાર્ટીસ લાશની બાજુમાં છૂટો પડેલો હતો. મૃતકના ખિસ્સામાંથી 27 જેટલા કાર્ટીસ અને મોબાઇલ મળ્યો હતો. લાશથી સાઇઠ – સીત્તેર ફૂટ ઉપર ખોપરીના બે ત્રણ ટુકડા અને ઇયરફોન મળી આવ્યો હતો. ચાર દિવસ અગાઉ ઇડરમાં બનેલ ફાયરીંગની ઘટનાને પગલે પોલીસે જે તે દિવસે ફાયરીંગ કરનાર યુવકના પિતાને બોલાવતા લાશની ઓળખ સ્થાપિત  થઇ હતી.

પ્રેમ પ્રકરણ, ધમકી, ફાયરિંગ અને હત્યા, ચાર દિવસમાં બે ફરિયાદ

મીનાબેન બાબુજી ઠાકોરે (ઉ.વ.39) નોંધાયેલ ફરિયાદમાં વેલેન્ટાઇન ડે નારોજ રાત્રે સાડા આઠેક વાગ્યે હિરેન જયંતિભાઇ માલવીયા બંદૂક લઇને આવ્યો હતો લગ્ન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી ફાયરીંગ કર્યાનું જણાવ્યુ હતું. સોમવારના રોજ સવારે હિરેન માલવીયાનું (ઉ.વ.27) ધડ અને ખોપરી ક્ષત વિક્ષત હાલતમાં મળી આવ્યા બાદ તેના પિતા જયંતિભાઇ અળખાભાઇ માલવીયાએ ફરીયાદ નોંધાવી હતી કે હિરેન ધો-12 માં અભ્યાસ કરતો હતો ત્યારથી મીનાબેન બાબુજી ઠાકોરના પ્રેમમાં હતો.

જેના કારણે સીઆરપીએફમાંથી નોકરી છોડી હિરેન ઘેર આવી ગયો હતો અને મીનાબેન હિરેનને બીજી જગ્યાએ લગ્ન કરીશ તો આપઘાત કરી લઇશ તેવું દબાણ કરતા હતા અને ફાયરીંગની ઘટના બાદ હિરેન ઘેર પરત આાવ્યો ન હતો. જેથી મીનાબેન અને તેમના પતિ બાબુજી મૂળાજી ઠાકોર બંનેએ ભેગા મળી હિરેનનું તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા કરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા ઇડર પોલીસે બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

લાશ આક્ષેપિતોના ઘરથી અડધા-પોણા કિમીના અંતરે ડુંગર પરથી મળી

હિરેન માલવીયાની તીક્ષ્ણ હથિયારથી ગરદન કાપી માથુ ધડથી અલગ કરવામાં અાવ્યુ છે. લાશ આક્ષેપિતોના ઘરથી અડધા – પોણા કી.મી.ના અંતરે ડુંગર પરથી મળી આવી છે મજબૂત કદ કાઠીના હિરેનના ધડને આટલે ઉંચે પહોંચાડવા ત્રણ – ચાર માણસોની જરૂર પડી હશે અને વાહનનો પણ ઉપયોગ થયો હશે. નોંધનીય છે કે હત્યા કરનાર મોબાઇલ બંદૂક અને કાર્ટીસ હિરેન પાસે કેમ રહેવા દીધાએ બાબતે પણ તપાસનો વિષય બની રહી છે.

15 ફેબ્રુઆરી બાદ પત્ની પિયર ગઇ હતી 

ફાયરિંગની ઘટના બન્યા બાદ બાબુજી મૂળાજી ઠાકોર જે હોટલમાં નોકરી કરે છે તેના માલિક જૈમિનભાઇ પટેલના જણાવ્યાનુસાર બાબુજી ઠાકોર 15 ફેબ્રુઆરીએ નોકરી ઉપર આવ્યા બાદ શનિ રવિ તેના વતન મઢકંપા ગયો હતો અને સ્થાનિક પડોશીઓ દ્વારા મળતી માહીતી અનુસાર મીનાબેન ઠાકોર તેમના વતન દાંતા તાલુકાના જીતપુર ગયા છે. સોમવારે હિરેનની લાશ મળ્યા બાદ પોલીસે મીનાબેનને ઇડર બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ખોપરીના ચાર ટુકડા જડબાના દાંત સાથેનો ભાગ મળ્યો

યુવકની માથા વગરની લાશ મળી આવવાને પગલે  એફ.એસ.એલ એલસીબી વગેરેની મદદ લેવામાં અાવી હતી. પીઆઇ બી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે લાશ ફૂલવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ હતી અને દૂર્ગંધ પણ આવતી હતી. થોડે ઉપર ડુંગર પરથી ખોપરીના ચારેક ટૂકડા અને જડબાનો દાંત સાથેનો ભાગ પણ મળ્યો છે. મોબાઇલ વગેરેની તપાસ બાદ વધુ વિગતો મળશે અત્યારે લાશને પીએમ માટે મોકલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular