ઈડીએ મુંબઈ હાઈકોર્ટમાં કહ્યું- ચોકસી ભાગેડું છે, તેની અરજી રદ કરવામાં આવે

0
13

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)એ બોમ્બે હાઈકોર્ટમાં સોગાંદનામું દાખલ કરીને મેહુલ ચોક્સીની બે અરજીઓ ફગાવી દેવા અપીલ કરી છે. ન્યુઝ એજન્સીએ મંગળવારે આ માહિતી આપી છે. પીએનબી ગોટાળાના આરોપી ચોકસીએ એક અરજી ભાગોડું આર્થિક અપરાધી જાહેર કરવાની પ્રક્રિયાની વિરુદ્ધ દાખલ કરી હતી. બીજી અરજીમાં કહ્યું હતું કે ઈડી જે લોકોના નિવેદનોના આધારે તેને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરવા માંગે છે તે લોકો સાથે ચર્ચા કરવા માટેની પરવાનગી આપવામાં આવે. બંને અરજીઓ પર 10 જૂને અગામી સુનાવણી હાથ ધરાશે.

ચોકસી કોર્ટમાં હાજર થવા માંગતો ન હોવાથી ભાગેડુ જાહેર કરવામાં આવેઃ ઈડી

ઈડીએ સોગાંદનામામાં કહ્યું છે કે ચોકસી પીએનબી ગોટાળામાં  6,097 કરોડ રૂપિયાની રકમની હેરફેર કરવાનો આરોપ છે. તેને તપાસ માટે હાજર રહેવા માટે સમન્સ ઈસ્યું કરવામાં આવ્યું હતું. પરંતુ તેણે કહ્યું કે તે સહયોગ કરશે નહિ.

ઈડીએ કહ્યું છે કે ચોકસી એન્ટીગુઆની નાગરિકતા લઈ ચુક્યા છે. તેનાથી સ્પષ્ટતા થાય છે કે તે તપાસમાં સહયોગ આપવા માટે ભારત આવવા માંગતો નથી. એજન્સીના જણાવ્યા અનુસાર, ભાગેડું આર્થિક અપરાધી કાયદા અંતર્ગત વિચારાધીન ભાગેડું વ્યક્તિ કોર્ટમાં રજૂ થાય છે તો કાર્યવાહીને બંધ પણ કરવામાં આવી શકે છે. જોકે રજૂ ન થવા પર કોર્ટ તેને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરીને સંપતિ જપ્ત કરી શકે છે.

સબીઆઈની તપાસ અધૂરીઃ ચોક્સી

મુંબઈ સ્થિત વિશેષ કોર્ટે સોમવારે સીબીઆઈને નોટિસ ઈસ્યુ કરી હતી. મામલાની અગામી સુનાવણી 17 જૂને થશે. ચોકસી એ વકીલ દ્વારા અરજી કરીને કહ્યું છે કે પીએનબી ગોટાળામાં અધૂરી તપાસ કરવામાં આવી છે, આગળ વધુ તપાસ થવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તપાસ અધિકારી એ કોર્ટ સમક્ષ અધૂરી ચાર્જશીટ દાખલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here