Saturday, October 16, 2021
Homeઈતિહાસમાં આજે:આઝાદ ભારતમાં જન્મ લેનારા દેશના પહેલા વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ; 72...
Array

ઈતિહાસમાં આજે:આઝાદ ભારતમાં જન્મ લેનારા દેશના પહેલા વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ; 72 વર્ષ પહેલાં હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો

સીએન 24,સમાચાર

ચાવાળાથી વડાપ્રધાન સુધીની મુશ્કેલ મુસાફરી ખેડનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ આજના દિવસે જ 1950માં થયો હતો. ગુજરાતના વડનગરના એક ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પિતા દામોદરદાસ મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી પણ બાળપણમાં તેમની મદદ કરતા હતા.

મોદી અચાનક જ રાજકારણમાં નથી આવ્યા. આઠ વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે RSS સાથે જોડાયા હતા. 1971માં સંઘના પૂર્ણકાલીન કાર્યકર્તા બન્યા પછી તેમણે રાજકીય શિક્ષા-દીક્ષા લેવાની શરૂઆત કરી. 1975માં ઈમર્જન્સી સમયે છુપાઈને તેમને સમય પસાર કરવો પડ્યો હતો. 1985માં તેમને ભાજપના સંગઠનનું કામ મળ્યું.

ગુજરાતના ભુજમાં ભૂકંપ આવ્યા પછી પ્રશાસનિક વ્યવસ્થાઓ ફેરવાઈ ગઈ અને ત્યારે 2001માં મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાત રમખાણોના આરોપ પણ તેમના પર લાગ્યા હતા, પરંતુ ગુજરાતના વિકાસ મોડલને બેઝ બનાવીને તેઓ કેન્દ્રના રાજકારણ સુધી પહોંચ્યા અને 2014માં વડાપ્રધાન પદ મેળવીને પહેલીવાર બિન-કોંગ્રેસી એટલે કે ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી. 2019માં પહેલાં કરતાં પણ વધારે સારું પ્રદર્શન કરીને તેઓ સત્તામાં પરત ફર્યા.

હૈદરાબાદના વિલયનાં 72 વર્ષ

સરદાર વલ્લભભાઈ પટેલ અને હૈદરાબાદના નિઝામની તસવીર.
સરદાર વલ્લભભાઈ પટેલ અને હૈદરાબાદના નિઝામની તસવીર.

1947માં ભારતના આઝાદ થયા પછી અમુક રાજા રજવાડાઓ વિલય માટે તૈયાર નહોતા. એમાં મુખ્ય હતી હૈદરાબાદની નિઝામ મીર ઉસ્માન અલી ખાનની સલ્તનત. તેમણે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ એ શક્ય ન લાગ્યું. એ સમયે હૈદરાબાદની સ્થિતિ એવી હતી કે એ મુશ્કેલ હતું.

ત્યારે દેશના ઉપ-વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પોલીસ એક્શનના નામે સૈન્ય કાર્યવાહી કરી. 13 સપ્ટેમ્બર 1948માં આ પોલીસ એક્શન શરૂ થઈ અને તેને નામ આપવામાં આવ્યું ઓપરેશન પોલો. 17 સપ્ટેમ્બરની સાંજ સુધી હૈદરાબાદના નિઝામે વાત માની લીધી અને તેઓ વિલય માટે તૈયાર થઈ ગયા.

નવ વર્ષ પહેલાં ‘વોલ સ્ટ્રીટ પર કબજો કરો’ આંદોલન

'વોલ સ્ટ્રીટ પર કબજો કરો' આંદોલનની તસવીર.
‘વોલ સ્ટ્રીટ પર કબજો કરો’ આંદોલનની તસવીર.

નવ વર્ષ પહેલાં ઓક્યુપાઈ વોલ સ્ટ્રીટ આંદોલન શરૂ થયું હતું. પૂંજીવાદના વિરોધમાં આ આંદોલન 2011માં ન્યૂયોર્કના જુકોટ્ટી પાર્કથી શરૂ થયું હતું. ધીમે ધીમે યુરોપના દેશોમાં થઈને દુનિયાના 82 દેશમાં આ આંદોલન પહોંચી ગયું હતું. આંદોલન કરનારા મોટા ભાગે લોકો બેરોજગાર હતા, જેમની નોકરી 2008ની વૈશ્વિક મંદીએ છીનવી લીધી હતી. યુરોપના અમુક દેશોમાં દેવાંનું સંકટ શરૂ થઈ ગયું હતું.

આજનો ઈતિહાસ આ ઘટનાઓ વગર પણ અધૂરો છે….

 • 1949: દક્ષિણ ભારતીય રાજકીય પક્ષ દ્રવિડ મુનેત્ર કડગમ (DMK)ની સ્થાપના.
 • 1974: બાંગ્લાદેશ, ગ્રેનેડા અને ગિની બિસાઉ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સામેલ
 • 1982: ભારત અને સિલોન (શ્રીલંકા) વચ્ચે પહેલી ક્રિકેટ ટેસ્ટ રમાઈ
 • 1995: હોંગકોંગનું શાસન ચીનને સોંપતાં પહેલાં બ્રિટિશર્સે અહીં પહેલીવાર લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણી કરાવી હતી.
 • 1956: ભારતીય તેલ અને પ્રાકૃતિક ગેસ આયોગનું ગઠન.
 • 1957: મલેશિયા સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ.
 • 1999: ઓસામા બિન લાદેનનું ભારત વિરુદ્ધ યુદ્ધની જાહેરાત.
 • 2000: જાફના પ્રાયદ્વીપની ચવાક છેડી શહેર લિટ્ટેથી મુક્તિ.
 • 2002: ઈરાકે સંયુક્ત રાષ્ટ્ર હથિયાર નિરીક્ષકોને શરત વગર દેશમાં આવવાની છૂટ આપી.
 • 2004: યુરોપીય સંસદે માલદીવ્સ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
 • 2009: કેન્દ્રીય સતર્કતા આયોગે 123 ભ્રષ્ટ સરકારી અધિકારીઓના નામે વેબસાઈટ જાહેર કરી.
 • 2017: કોરિયા ઓપન સુગર સિરીઝ જીતનારી પહેલી ભારતીય બેડમિંટન ખેલાડી બની પીવી સિંધુ.

મુખ્ય હસ્તીઓનો જન્મદિવસ

 • પરિયાર ઈવી રામાસ્વામી (1879), સમાજ સુધારક, તમિળ રાજનેતા.
 • પ્રબોધન ઠાકરે (1885), લેખક, રાજનેતા.
 • એમએફ હુસૈન (1915), પેઈન્ટર.
 • રવિચંદ્રન અશ્વિન (1985), ક્રિકેટર.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments