Thursday, September 23, 2021
Homeઈથોપિયન એરલાઇન્સનું બોઈંગ વિમાન ક્રેશ, પ્લેનમાં 149 યાત્રિકો સવાર હતા
Array

ઈથોપિયન એરલાઇન્સનું બોઈંગ વિમાન ક્રેશ, પ્લેનમાં 149 યાત્રિકો સવાર હતા

ઈથોપિયન એરલાઇન્સનું બોઈંગ 737 વિમાન રવિવારે ક્રેશ થઈ ગયું. જેમાં 149 યાત્રી અને 8 ક્રુ મેમ્બર સવાર હતા. આ વિમાન ઈથોપિયાની રાજધાની અદીસ અબાબથી કેન્યાના નૈરોબી જઈ રહ્યું હતું. વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 વાગ્યે ઉડાન ભરી હતી જેના 6 મિનિટ બાદ જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈથોપિયાના વડાપ્રધાન કાર્યાલયે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

મીડિયા રિપોટ્સના જણાવ્યા મુજબ, એરલાઈન્સના પ્રવકતાએ પ્લેન ક્રેશ થવાની પુષ્ટિ કરતા કહ્યું કે હજુ સુધી સ્પષ્ટ નથી કે પ્લેન ક્યાં ક્રેશ થયું છે. અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઈથોપિયન એરલાઇન્સને આફ્રિકાની સૌથી મોટી એરલાઇન્સ કંપની છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments