Wednesday, December 8, 2021
Homeઈન્કમ ટેકસે 2 વર્ષમાં 6900 કરોડની બેનામી સંપતિ જપ્ત કરી
Array

ઈન્કમ ટેકસે 2 વર્ષમાં 6900 કરોડની બેનામી સંપતિ જપ્ત કરી

નવી દિલ્હીઃ ઈન્કમ ટેકસ વિભાગે ગેરકાયદેસર લેવણ-દેવડ નિષેધ કાયદા અંતર્ગત 2 વર્ષમાં 6,900 કરોડ રૂપિયાની કિંમતની સંપતિ જપ્ત કરી ચૂકી છે. વિભાગે મંગળવારે જાહેરાત આપીને આ અંગેની માહિતી આપી છે. એક નવેમ્બર 2016એ દેશમાં સંશોધિત બેનામી કાયદો લાગુ થયો હતો.

બેનામી લેવડ-દેવડ કરનારાઓને 7 વર્ષની સજાની જોગવાઈ

  • ઈન્કમ ટેકસ વિભાગે જાહેરાતમાં કહ્યું છે કે બેનામી લેવડ-દેવડ સાથે જોડાયેલા લોકોને 7 વર્ષની સજા થઈ શકે છે. સાથે જ સંપતિની કિંમતના 25 ટકાના બરાબરના દંડની પણ જોગવાઈ છે.
  • ખોટી સૂચના આપનાર લોકોને 5 વર્ષની સજા થઈ શકે છે. સાથે જ બેનામી સંપતિની કિંમતના 10 ટકા સુધીનો દંડ પણ થઈ શકે છે. આઈટી વિભાગે અપીલ કરી છે કે લોકો બેનામી લેવડ-દેવડ ખત્મ કરવામાં મદદ કરે.
બેનામી સંપતિ શું છે ?

કોઈ ચલ કે અચલ સંપતિનો અસલી માલિક તેને કોઈ બીજાના નામે કરી દે છે તો તેને બેનામી સંપતિ કહેવામાં આવે છે. ટેકસથી બચવા માટે લોકો આમ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments