ઈન્ટરિમ પ્રમુખની નિમણૂંકને પડકારઃ ચીફ જસ્ટિસે પોતાને સુનાવણીથી અલગ કર્યા

0
18

નવી દિલ્હીઃ ન્યાયાધીશ રંજન ગોગોઈએ એમ નાગેશ્વર રાવને CBIનાં ઈન્ટરિમ પ્રમુખ બનાવવા સામે વિરોધ કરતી અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા છે. તેમણે કહ્યું કે, તેઓ CBIનાં ડાયરેક્ટરોની પસંદગી કરતી ઉચ્ચ સ્તરીય સમિતીનાં સભ્ય છે, એવામાં તેમને આ મુદ્દે સુનાવણી કરવાનું યોગ્ય ન લાગ્યુ, હવે આ અરજી પર સુનાવણી 24 જાન્યુઆરીએ બીજી બેંચ કરશે.

CBIનાં પ્રમુખની નિમણૂકમાં પારદર્શિતા લાવવાની માંગ કરી
  • આ અરજીમાં એમ નાગેશ્વરને સીબીઆઈનાં ઈન્ટરિમ પ્રમુખ બનાવવા અંગેના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સીબીઆઈનાં ડિરેક્ટરોની પસંદગી અને નિમણૂકમાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે.
  • આ અરજી NGO કોમન કોજ અને આરટીઆઈ કાર્યકર્તા અંજલિ ભારદ્વાજે કરી છે. સીબીઆઈનાં નવા ડિરેક્ટરની નિમણૂક થાય ત્યાં સુધી સીબીઆઈનાં ડિરેક્ટર રાવને 10 જાન્યુઆરીએ ઈન્ટરિમ પ્રમુખનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
  • અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ પસંદગી સમિતિએ 10 જાન્યુઆરીનાં રોજ આલોક વર્માને CBI ચીફ પદ પરથી ભ્રષ્ટાચારનાં આરોપસર હટાવ્યા હતા.
  • 1979ની બેચનાં આઈપીએસ અધિકારી વર્માને સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસેસ અને હોમ ગાર્ડ વિભાગનાં ડિરેક્ટર જનરલ બનાવાયા હતા. જો કે તેમણે સીબીઆઈ પદ પરથી હટાવ્યાનાં બીજા દિવસે જ રાજીનામુ આપી દીધુ હતુ. આલોક વર્માનો સીબીઆઈમાં કાર્યકાળ 31 જાન્યુઆરીએ પુરો થઈ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here