Monday, September 27, 2021
Homeઈન્ડિયન ઓઈલે જેટ એરવેઝનો ફ્યુઅલ સપ્લાય રોક્યો, એરલાઈને અગાઉનું પેમેન્ટ કર્યું નથી
Array

ઈન્ડિયન ઓઈલે જેટ એરવેઝનો ફ્યુઅલ સપ્લાય રોક્યો, એરલાઈને અગાઉનું પેમેન્ટ કર્યું નથી

નવી દિલ્હીઃ દેવું ન ચુકવવાને કારણે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જેટ એરવેઝને શુક્રવાર બપોરે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં ઈંધણ આપવાનું બંધ કરી દીધુ છે. ન્યુઝ એજન્સીના સૂત્રોએ આ માહિતી આપી છે.

બેન્કોએ શેર વેચવા માટે 6 એપ્રિલે બોલી મંગાવી હતી

જેટ એરવેઝમાં પોતાનો હિસ્સો વેચવા માટે બેન્કોએ 6 એપ્રિલેથી બોલી મંગાવી છે. ઈચ્છુક કંપનીઓ 9 એપ્રિલ સુધીમાં બોલી જમા કરાવી શકે છે. એરલાઈનની હાલની હાલત પર વિચાર કરવા માટે એસબીઆઈના નેતૃત્વવાળા બેન્ક સમુહે ગુરૂવાર બેઠક બોલાવી હતી. મિટિંગમાં એવું નક્કી થયું કે હરાજીમાં સારો પ્રતિસાદ મળશે નહિ તો બીજા વિકલ્પો પર વિચાર કરવામાં આવશે.

જેટે પર બેન્કોનું 8,050 કરોડ રૂપિયાનું દેવુ છે. તેનું રિસ્ટ્રકચરિંગ કરતા બેન્કોએ એરલાઈનમાં 50.1 ટકા હિસ્સો લઈ લીધો છે. પ્રમોટર નરેશ ગોયલનો હિસ્સો 51 ટકા ઘટીને 25 ટકા અને એતિહાદનો 24 ટકાથી ઘટીને 12 ટકા રહી ગયો છે.

25 માર્ચે બેન્ક જેટને 1,500 કરોડ રૂપિયા આપવા સહમત થઈ હતી. જોકે એરલાઈનને અત્યાર સુધી રકમ મળી શકી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે બેન્કો એ જોવા માંગે છે કે હરાજીમાં કંપનીઓ કેટલો રસ દેખાડે છે. તે હિસાબથી નવા પૈસા લગાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments