Tuesday, April 16, 2024
Homeઈન્ડોનેશિયા માસ્ટર્સઃ સાઈનાએ ટાઈટલ જીત્યું, ઈજાના કારણે મારિને અધવચ્ચેથી જ ફાઈનલ છોડી
Array

ઈન્ડોનેશિયા માસ્ટર્સઃ સાઈનાએ ટાઈટલ જીત્યું, ઈજાના કારણે મારિને અધવચ્ચેથી જ ફાઈનલ છોડી

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય શટલર સાઇના નેહવાલે ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઈટલ જીત્યું છે. સ્પેનની કેરોલિન મારિન ઈજાના કારણે પહેલાં જ સેટમાં બહાર થઈ ગઈ હતી. તે સમયે તે મુકાબલામાં 10-3થી આગળ હતી. વર્લ્ડ નંબર 9 સાઇનાએ પોતાના સેમીફાઈનલ મુકાબલામાં ચીનની બિંજિઆઓને હરાવી હતી. સાઇનાએ તે મુકાબલો 18-21, 21-12, 21-18થી પોતાના નામે કર્યો હતો.

સાઇનાએ મેચ પછી કહ્યું, “મેં અહીં 8 ફાઈનલ રમ્યાં છે. અહીં જે લોકોએ મને સમર્થન આપ્યું તેમનો ખૂબ ખૂબ આભાર. હું મારા પગની ઈન્જરીથી બહાર આવી છું. આ સપ્તાહે હું ફાઈનલ રમી શકું છું તે સારું છે. આવનારા સમયમાં મારી રમત હજુ સારી થશે. ઈન્ડોનેશિયામાં મારા ફેન્સ દર વર્ષે આવીને મને ઘણું જ સમર્થન આપે છે.”

સાઇના અને વર્લ્ડ નંબર 4 મારિન વચ્ચે અત્યાર સુધી 11 મુકાબલાઓ થયાં છે. જેમાંથી 6 વખત સાઇનાએ જીત મેળવી, જ્યારે મારિન 6 મેચ જીતવામાં સફળ રહી. આ પહેલાં ક્વાર્ટર ફાઈનલમાં પણ મારિને ભારતીય શીર્ષ શટલર પીવી સિંધુને સીધા મેચમાં 21-11, 21-12થી હાર આપી હતી. સેમીફાઈનલમાં આ સ્પેનિશ ખેલાડીએ ચીનની ચેન યુફેઇને 17-21, 21-11, 23-21ની હાર આપી હતી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular