ઈન્ડોનેશિયા વિમાન દુર્ઘટનાની જેમ ઈથોપિયામાં ક્રેશ થયેલા પ્લેનનું સ્ટેબિલાઇઝર સંદિગ્ધ હાલતમાં મળ્યું

0
0

અદિસ અબાબાઃ ઈથોપિયન પ્લેન ક્રેશના તપાસ અધિકારીઓએ દાવો કર્યો છે કે, દુર્ઘટના બાદ વિમાનમાંથી સ્ટેબિલાઇઝરનાં જે ટુકડાઓ મળ્યા છે, તે ગત વર્ષે ઈન્ડોનેશિયામાં થયેલા પ્લેન ક્રેશની જેમ જ સંદિગ્ધ સ્થિતીમાં મળી આવ્યા છે. ઈથોપિયન એરલાઈન્સનું બોઈંગ 737 મેક્સ-8 રવિવારે સવારે ઉડાન ભર્યા બાદ 8600 ફુટની ઊંચાઈએથી અચાનક 441 કિમી પ્રતિકલાકની ગતિએથી નીચે આવીને ક્રેશ થયુ હતુ. જેમાં 4 ભારતીય સહિત 157 લોકોનાં મોત થયા છે.

ઈથોપિયા પ્લેન દુર્ઘટના બાદ મેકસ-8ની ઉડાન પર રોક
ગત વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયાની કંપની લોયન એરનું બોઈંગ-737 મેક્સ નવુ વિમાન જકાર્તામાં ક્રેશ થયું હતુ. જેમાં 189 લોકો મોતને  ભેટ્યા હતા. ત્યારે બ્લેકબોક્સની તપાસમાં સામે આવ્યું હતુ કે, લોયન એરનું વિમાન ઊંચાઈ પર પહોંચ્યા બાદ અચાનક નીચે જઈને ક્રેશ થયું હતુ. ત્યારબાદ ઘણા નિષ્ણાતોએ બોઈંગના નવા મોડેલની ટેકનીકલ ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવ્યુ હતુ. જો કે, ઈથોપિયામાં સર્જાયેલી દુર્ઘટના બાદ ભારત, અમેરિકા, જર્મની સહિતનાં તમામ દેશોએ મેક્સ 8ની ઉડાન પર રોક લગાવી છે.
પાયલટે નિયંત્રણ સંબંધિત ખામી જણાવી હતી
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદિસ અબાબા એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના આશરે 3 મિનીટ બાદ જ વિમાનમાં કોઈ ગરબડ થઈ હતી. ત્યારબાદ પાયલટે એરપોર્ટ પરત ફરવાની પરવાનગી પણ માગી હતી. પરંતુ આ દરમિયાન જ બન્ને વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. રિપોર્ટ પ્રમાણે, પાયલટે અરપોર્ટને ફ્લાઈટમાં નિયંત્રણ સંબંધિત સમસ્યા વિશે વાત કરી હતી.તે સમયે વિમાન સુરક્ષિત ઊંચાઈ સુધી પણ પહોંચી શક્યુ ન હતુ. જો કે, સંપર્ક તૂટ્યાના થોડા સમય બાદ વિમાન પ્રતિબંધિત સૈન્ય વિસ્તાર પાસેથી રડારમાંથી ગાયબ થઈ ગયુ હતુ.
બોઈંગ પર ઈન્ડોનેશિયા વિમાન દુર્ઘટના બાદ કેસ નોંધાયો હતો
વિમાન નિર્માતા કંપની બોઈંગ પર ઈન્ડોનેશિયા વિમાન દુર્ઘટના બાદ અસુરક્ષિત ડિઝાઈન અંગે કેસ દાખલ કરાવામાં આવ્યો હતો. આ કેસ ક્રેશમાં જીવ ગુમાવનાર એક યુવકના પરિવારે જ કર્યો છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે બોઈંગે પાયલટ અને લોયન એરલાઈન્સને સુરક્ષાનાં એવા ફીચર અંગેની જાણકારી આપી ન હતી જેનાં કારણે વિમાન ઘણી પરિસ્થિતીમાં નોઝડાઈવ એટલે કે સીધુ નીચે પડી શકે છે. દાવા પ્રમાણે આવી પરિસ્થિતીમાં પાયલટ પણ વિમાન ક્રેશથી બચી શકતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here