Saturday, September 25, 2021
Homeઈન્દોરથી 8 વખત સાંસદ રહેલા સુમિત્રા મહાજને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો,
Array

ઈન્દોરથી 8 વખત સાંસદ રહેલા સુમિત્રા મહાજને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો,

ઈન્દોરઃ લોકસભા સ્પીકર અને 8 વખત સાંસદ રહેલી સુમિત્રા મહાજને લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓએ શુક્રવારે એક પત્ર જાહેર કર્યું કે, “ભાજપમાં તેમની ટિકિટને લઈને અસમંજસ છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી હવે હું ચૂંટણી નહીં લડું. પાર્ટીએ હવે ઈન્દોર બેઠક પરથી તાત્કાલિક નામ જાહેર કરવું જોઈએ.”
ભાજપ મધ્યપ્રદેશની 29 લોકસભા સીટમાંથી 18 સીટ પરના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપનો ગઢ ગણાતી ઈન્દોર સીટ પર હજુ અસમંજસ છે. એક પછી એક નવા નામ ચર્ચામાં આવતા અને હજુ સુધી કોઈ નામ નક્કી ન થતાં અંતે 8 વખત સાંસદ રહેલાં અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પત્ર લખી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.

ઈન્દોરમાં 30 વર્ષથી ભાજપ જીતે છે. અત્યાર સુધી 16 લોકસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસ માત્ર ચાર વખત જીત્યું છે. ઈન્દોર લોકસભા સીટ અંતર્ગત 8 વિધાનસભા ક્ષેત્ર આવે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં મુકાબલો બરાબરનો હતો. ભાજપ અને કોંગ્રેસ 4-4 સીટ જીત્યું હતું.

સુમિત્રા મહાજનના ચૂંટણી લડવાના ઈન્કાર પછી ટિકિટ મેળવવા માટે બે દાવેદાર કૈલાશ વિજયવર્ગીય અને માલિીન ગૌડના નામ ચર્ચામાં છે. પૂર્વ મંત્રી વિજયવર્ગીય હજુ પણ ભાજપ બંગાળના પ્રભારી છે. તેઓ બધાં ઈન્દોરની લાલચ માં બંગાળથી પોતાનું ફોકસ હટાવવા નથી માગતા. આ ઉપરાંત તેઓ દિગ્વિજય વિરૂદ્ધ ભોપાલથી ચૂંટણી લડીને પાર્ટી માં પોતાનું કદ શિવરાજથી ઊંચુ કરવા માગે છે. વિજયવર્ગીય ઈન્દોર થી ઉતર્યા તો સુમિત્રા અને તેમના સમર્થકો ને વાંધો હોય શકે છે. તો 4 વર્ષ સુધી મેયર અને ત્રણ વખતથી ધારાસભ્ય માલિની ગૌડને જો તાઈની જગ્યાએ ટિકિટ મળે છે તો ભાજપની જીત આસાન થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments