Friday, December 3, 2021
Homeઈમરાન ખાનને હવે રોવાનાં દિવસો આવ્યાં, પાકિસ્તાની બેંકોએ કહ્યું કે બધું બંધ...
Array

ઈમરાન ખાનને હવે રોવાનાં દિવસો આવ્યાં, પાકિસ્તાની બેંકોએ કહ્યું કે બધું બંધ કરો નહીંતર કંગાળ થઈ જશો

આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતાં પાકિસ્તાનના ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવોએ તેમની સરકારને ચેતવણી આપી છે કે તેઓ ભારત તરફથી ગમે ત્યારે આક્રમક કાર્યવાહી થઈ શકે છે એની સાથે નીપટવાની પૂરેપૂરી તૈયારી રાખે. કારણ કે આ વખતે ભારત શાંત બેસે એવું લાગતું નથી. અને હવે પાકિસ્તાનમાં મોટાભાગની બેંક ઇમરાન સરકારથી નારાજ થઈ છે.

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ) દ્વારા પડોશી દેશ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખતા બધી બેંકો હવે સરકાર સામે થઈ છે. બેંકર્સે સરકારથી માગ કરી છે કે તેઓ આતંકવાદીઓને મદદ કરવાનું બંધ કરે નહીં તો આગામી દિવસોમાં સંપૂર્ણ રીતે કંગાળ થઈ જશે.

અહેવાલો અનુસાર બેંકોના સંગઠને સરકારથી કહ્યું કે તેઓ જલ્દી આતંકીઓની ફંડિંગ અને હવાલા કારોબારને બંધ કરે. પાકિસ્તાનના બેંકર્સને ડર છે કે જો પાકિસ્તાન સરકાર આતંકવાદને આર્થિક મદદ કરવાનું બંધ નહીં કરે તો બેંકો કંગાળ થઈ જશે. ઉપરાંત બેંકોએ કહ્યું કે સરકાર જલ્દી આ વિશે કોઈ યોગ્ય પગલું નહીં ભરે તો દેશના વિદેશી રોકાણ પર પણ તેની વિપરીત અસર જોવા મળશે. જો પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી કાઢીને બ્લેક લિસ્ટમાં મોકવામાં આવ્યું તો દેશમાં વિદેશી રોકાણ શૂન્ય બરાબર થઈ જશે.

પાકિસ્તાનના બેંકર્સે કહ્યું કે પાકિસ્તાન સરકારે એફએટીએફના નિર્દેશોને ધ્યાનમાં લઈને કામ કરવું જોઈએ. તમને બતાવી દઈએ કે આ પહેલા એફએટીએફએ કહ્યું હતું કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા જેવા આતંકી સંગઠનોનું ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ સાથે એફએટીએફએ ચેતવણી આપતા કહ્યું કે જો એક્ટોબર,2019 સુધી પાકિસ્તાન તેની 27 માગો પર કામ નહીં કરે તો તેને ‘ગ્રે’ થી ‘બ્લેક’ લિસ્ટમાં નાખવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments