Sunday, November 28, 2021
Homeઈમરાન હાશમી સાથે આ અભિનેત્રીએ આપ્યા હતાં Bold સીન, લગ્ન બાદ બની...
Array

ઈમરાન હાશમી સાથે આ અભિનેત્રીએ આપ્યા હતાં Bold સીન, લગ્ન બાદ બની તેમની ભાભી

ઉદિતા ગોસ્વામીએ ઈમરાન હાશમી સાથે ઝહર અને અક્સરમાં ખૂબ બોલ્ડ સીન આપ્યા હતાં. લગ્ન બાદ બંને દેવર-ભાભી બની ગયાં.

ઝહર, પાપ અને અક્સર જેવી ફિલ્મોમાં અભિનય કરનારી ઉદિતા ગોસ્વામી 9 ફેબ્રુઆરીએ પોતાનો 35મો બર્થ-ડે મનાવી  રહી છે. ઉદિતા ગોસ્વામીનો જન્મ દેહરાદૂનમાં 2 સપ્ટેમ્બર 1984ના રોજ થયો હતો. ઉદિત ગોસ્વામી પહેલી ફિલ્મમાં બોલ્ડ સીન આપીને ખૂબ ચર્ચામાં આવી હતી.

ઉદિત ગોસ્વામીએ ઈમરાન હાશમીની સાથે ઝહર અને અક્સરમાં વધુ બોલ્ડ સીન આપ્યા હતાં. જોકે, ડાયરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા બાદ ઉદિતા ગોસ્વામી ઈમરાન હાશમીની ભાભી બની ગઇ હતી. ખરેખર, મોહિત સૂરી અને ઈમરાન હાશમી પિતરાઈ ભાઈ છે. તો ઉદિતા ગોસ્વામી પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટની પણ ભાભી છે.

ઉદિતાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે વર્ષ 2013માં મોહિત સૂરી સાથે લગ્ન કર્યા હતાં. મોહિત અને ઉદિતાની મુલાકાત ફિલ્મ ઝહરના સેટ પર થઇ હતી. મોહિત ફિલ્મ ઝહરના ડાયરેક્ટર હતાં.

ઉદિતાએ ‘અગર’, ‘કિસસે પ્યાર કરૂ’, ‘ફૉક્સ’, ‘મેરે દોસ્ત પિક્ચર અભી બાકી હૈ’, ‘ડાયરી ઑફ બટરફ્લાઈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જોકે, પોતાની બોલ્ડ ઈમેજને કારણે ઉદિતા ગોસ્વામીને એક જેવા જ રોલ મળવા લાગ્યા હતાં.

ફિલ્મો ફ્લોપ થયા બાદ ઉદિત ગોસ્વામીએ ફેશન ઈન્ડસ્ટ્રીનુ વલણ અપનાવ્યું. તેણે અમૂક લોકપ્રિય બ્રાન્ડ્સ માટે રેમ્પ વૉક કર્યુ છે.

ઉદિતા અને મોહિત લગ્ન પહેલા 8 વર્ષ રિલેશનશિપમાં રહ્યાં હતાં. આ બંનેએ મુંબઈમાં એક ખાનગી સેરેમનીમાં લગ્ન કર્યા હતાં. મોહિત અને ઉદિતા ગોસ્વામીની એક દીકરી છે. તો ઉદિતાએ ગયા વર્ષે એક દીકરાને જન્મ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments