Sunday, November 28, 2021
Homeઈમ્તિયાઝ અલીની ‘લવ આજકલ-2’માં કાર્તિક આર્યન અને સારા અલી ખાન દેખાશે
Array

ઈમ્તિયાઝ અલીની ‘લવ આજકલ-2’માં કાર્તિક આર્યન અને સારા અલી ખાન દેખાશે

બોલિવૂડ ડેસ્કઃ કરણ જોહરના શોમાં આવેલી સારા અલી ખાને કહેલું કે એ ‘લુકા છુપી’ સ્ટાર કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. ત્યારથી ફિલ્મી ગોસિપના કીડાઓને ગલગલિયાં થવા માંડેલાં. હવે એમની ખણ શાંત થાય એવા કન્ફર્મ્ડ ન્યૂઝ આવ્યા છે. ટેલેન્ટેડ ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલી પોતાની હિટ ફિલ્મ ‘લવ આજકલ’ની સિક્વલ બનાવી રહ્યા છે. એમાં એમણે લીડ જોડી તરીકે કાર્તિક આર્યન અને સારા અલી ખાન પર પસંદગી ઉતારી છે. આ ફિલ્મમાં રણદીપ હૂડા પણ હશે. યાને કે ‘હાઈવે’ પછી રણદીપ અને ઈમ્તિયાઝ ફરી પાછા સાથે કામ કરશે.

ફિલ્મ નગરિયાના બાશિંદાઓ પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે ઈમ્તિયાઝની અગાઉની ફિલ્મો ‘જબ હેરી મેટ સેજલ’ અને ‘તમાશા’થી અલગ આ ‘લવ આજકલ-2’ની વાર્તા ભારતમાં જ આકાર લેશે. સારા અને કાર્તિક આર્યને તેની સ્ક્રિપ્ટનાં રીડિંગ રિહર્સલ પણ શરૂ કરી દીધાં છે. ઈવન કાર્તિક આર્યને પણ આ સમાચાર પર કન્ફર્મેશનની મહોર મારતાં કહ્યું છે કે, ‘ઈમ્તિયાઝ મારા ફેવરિટ ફિલ્મમેકર છે અને મને ઘણા સમયથી એમની સાથે કામ કરવાની તમન્ના હતી, જે હવે પૂરી થઈ રહી છે.’

2009માં આવેલી ‘લવ આજકલ’માં દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતાં. વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી કે તેની સિક્વલમાં પણ સૈફ અલી ખાન માટે એક રોલ રાખવામાં આવ્યો છે. પરંતુ સૈફે પોતે જ એ વાતનો ઈન્કાર કરી દીધો છે. ‘લવ આજકલ-2’માં રણદીપ હૂડાનો રોલ અગાઉની ફિલ્મમાં રિશિ કપૂરના રોલ જેવો હશે તેવું મનાઈ રહ્યું છે. આ સિક્વલ દિનેશ વિજન કો-પ્રોડ્યુસ કરવાના છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments