ઈયળ થી બચવા સેમિનાર નું આયોજન

0
60

કપાસના પાકમાં ગુલાબી ઇયળના ઉપદ્રવની અટકાવી શકાય તે હેતુથી અરવલ્લી જિલ્લા ખેતિવાડી વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે,, મોડાસા તાલુકાના માથાસુલિયા ગામે જિનિંગ પ્રોસેસિંગ મિલ ખાતે ખેડૂત સેમિનાર યોજાઈ ગયો, જેમાં ખેડૂતોને ફેરોમેન ટ્રેપ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા,,, જેના થકી કપાસમાં થતી ગુલાબી ઇયળના ઉપદ્રવથી ખેડૂતોનો પાક બચી શકે છે,,, મહત્વનું છે કે, કપાસના પાકમાં છેલ્લા બે વર્ષથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, ચાલુ વર્ષે આ જીવતાે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેનાથી આગામી સમયમાં કપાસના પાકને ગુલાબી ઇયળ વધુ નુકસાનકારક હોવાનું નિષ્ણાંતોનું માનવું છે,,, જેના માટે ગુલાબી ઇયળના ફૂદાથી બચવા માટે ફેરોમેન ટ્રોપ લગાવવાથી માદા ઇયળ તેમાં આવી જાય છે,, પ્રતિ એક વીઘામાં ફેરેમેન ટ્રેપ ખેતરમાં લગાવવાથી ફાયદાકારક છે,, કપાસના પાક બાદ જ્યારે તેને જિનિંગ માટે લઇ જવામાં આવે છે, ત્યારે પણ ગુલાબી ઇયળ કપાસનો નાશ કરે છે,,ત્યારે જિનિંગ માટે વપરાતા વિવિધ સાધનો, કોથળા, ગોડાઉનમાં ફેરોમેન ટ્રેપ ગોઠવવાથી ગુલાબી ઇયળના ફૂદા ટ્રેપમાં આવી જતા હોય છે.

બાઈટ – જે.આર.પટેલ, જિલ્લા ખેતિવાડી અધિકારી, અરવલ્લી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here