ઈરાની મીડિયાનો દાવોઃ અમેરિકી સૈન્ય ઠેકાણે હુમલામાં સૈનિકો સહિત 80 લોકોના મોત

0
17

બગદાદઃ ઈરાકમાં થયેલ ઈરાનના મિસાઈલ હુમલામાં 80 લોકોના મોત થયાં છે. આ વાત ઈરાનના મીડિયા રિપોર્ટ્સના હવાલેથી કહેવામાં આવી છે. ઈરાને ઈરાક સ્થિત અમેરિકાના બે સૈન્ય ઠેકાણા પર આ હુમલો કર્યો હતો. ઈરાને અહીં અરબિલ અને અલગ અસદ શહેરમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર બે ડઝનેક મિસાઈલ દાગી છે. જો કે ઈરાને પ્રેસ ટીવીનું કહેવું છે કે તેઓ આ મોતની પુષ્ટિ નથી કરતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મરનાર 80 લોકોમાં 20 અમેરિકી સૈનિકો સામેલ છે. ઈરાનની સરકારી મીડિયાનું કહેવું છે કે આ હુમલો જનરલ કાસિમ સુલેમીની હત્યાનો બદલો લેવા માટે કર્યો છે. જેમણે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર બગદાદમાં એક ડ્રોન હુમલામાં ઠાર મરાયો હતો. જ્યારે અમેરિકાનું કહેવું છે કે તેઓ નુકસાનનું આંકલન કરવાની કોશિશ કરી રહ્યા છે.

રિપોર્ટ્સ મુજબ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે અમેરિકી એરબેસ પર હુમલાને શહીદ સુલેમાની ઓપરેશન નામ આપ્યું અને તાબડતોક કેટલીય મિસાઈલો દાગી. આ ઘટના બાદ ઈરાનના પરમાણુ સંયંત્ર પર સુરક્ષા વધારી દીધી છે કેમ કે તેના પર અમેરિકી હુમલાની આશંકા છે.

મામલે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે બધું ઠીક છે. ઈરાને ઈરાકમાં બે સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ દાગી છે. થનાર નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી બધું ઠીક છે. ટ્ર્મ્પે કહ્યું કે અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. વ્હાઈટ હાઉસની પ્રવક્તા સ્ટેફની ગ્રિશમે નિવેદનમાં કહ્યું કે તેમને ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર હુમલા વિશે માલૂમ પડ્યું છે, આ વિશે પ્રેસિડેન્ટને જાણકારી આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ સ્થિતિની નિગરાની કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here