ઈશારામાં બોલ્યા મોદીઃ ગુસ્સો સહેવો પડે, દેશ માટે કરવું પડે છે

0
16

નવી દિલ્હીઃ નાગરિક સંશોધન કાયદા (સીએએ) સામે દેશભરમાં થઈ રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશારામાં જ તેને એક સાહસિક નિર્ણય કહ્યો છે. ઉદ્યોગ જગતના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશને સંકટોથી કાઢવા માટેનું અભિયાન સતત ચાલુ છે, પરંતુ આ બધુ સહેલું નથી હોતું. તેમણે કહ્યું કે ઘણું બધુ સહન કરવું પડે છે, પરંતુ દેશ માટે કરવું જ પડે છે.

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એસોચેમના વાર્ષિક કોન્ફરન્સને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશને સંકટોથી મુક્તી અપાવાના ક્રમમાં ઘણા લોકોનો ગુસ્સો સહન કરવો પડે છે. આરોપો સહન કરવા પડે છે. પરંતુ તેમ છતાં દેશ માટે કરવું પડે છે. 70 વર્ષની આદત બદલવામાં સમય લાગે છે પરંતુ દેશ માટે કરવું પડે છે.

મોદીએ નાગરિક્તા સંશોધન કાયદાનું સિધી રીતે નામ ન લેતા ઈશારામાં જ પોતાની વાત મુકી દીધી હતી. તેમણે એવું કહ્યું કે, આ બધું એમ જ થઈ ગયું હતું કે શું? ઘણા લોકોની નારાજગીની સહન કરી લેવી પડે છે, ઘણા લોકોનો ગુસ્સો સહન કરવો પડે છે. વિવિધ પ્રકારના આરોપોથી પસાર થવું પડે છે, પરંતુ એવું એટલે સંભવ થઈ શકે છે, કેમ કે દેશ માટે કરવું પડે છે. વડાપ્રધાન જ્યારે આ વાત અર્થ વ્યવસ્થાના ક્ષેત્રમાં પોતાની સરકારના લેવાયેલા નિર્ણયોને લઈને કહી રહ્યા તા, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ઘણા લોકોની નારાજગી, ગુસ્સો સહન કરવો પડે છે તે વાત સીએએ સામે થઈ રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનોની તરફ ઈશારો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકાર દરેક વર્ગને સાંભળે છે. તેમણે કહ્યું કે, આજે દેશમાં સરકાર છે જે ખેડૂતોનું સાંભળે છે, મજૂરોનું સાંભળે છે, વેપારીઓનું સાંભળે છે, ઉદ્યોગ જગતનું પણ સાંભળે છે. તેમની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરે છે અને તેમની સલાહો પર કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here