ઈસ્લામ ધર્મનો ત્યાગ કરીને સાઉદી અરેબિયાથી ભાગેલી 18 વર્ષની રહાફને આ દેશે આપી શરણ

0
14

ઈસ્લામ ધર્મનો ત્યાગ કરીને સાઉદી અરેબિયાથી ભાગેલી 18 વર્ષની રહાફ મહોમ્મદ નામની યુવતીને બેંગકોકમાં શરણ મળી છે. થાઈલેન્ડે હાલમાં તો રહાફને સાઉદી અરેબિયા પાછી નહી મોકલાય તેવી જાહેરાત કરી છે. આ પહેલા રહાફે ટ્વિટર પર પરિવાર દ્વારા થતી કડકાઈની વાત કરીને કહ્યુ હતુ કે મને જો પાછી મોકલવામાં આવશે તો મારો પરિવાર મને મારી નાંખશે.

રહાફનો ઈરાદો ઓસ્ટ્રેલિયામાં શરણ લેવાનો હતો. જોકે રહાફને બેંગકોકમાં જ ડીટેઈન કરી દેવામાં આવી હતી અને તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જોકે યુએનના માનવઅધિકારના કાયદા હેઠળ તેનો પાસપોર્ટ પાછો અપાયો છે. રહાફનું કહેવુ છે કે મેં 2 વર્ષ પહેલા ઈસ્લામ ધર્મ છોડી દીધો છે. હું નાસ્તિક છું. મારા પિતા અને પરિવારના સભ્યો મારી સાથે કડકાઈથી વરતે છે.

થાઈલેન્ડ પોલીસે રહાફને એરપોર્ટથી હોટલ લઈ જતી વખતેની તસવીરો જાહેર કરી છે. હાલમાં તેને એક હોટલમાં રાખવામાં આવી છે. વહાફે યુએન સહિત દુનિયાના ઘણા દેશો પાસે શરણ માંગી છે. રહાફ તેના પરિવાર સાથે રજાઓ ગાળવા કુવૈત ગઈ હતી. જ્યાંથી તે ભાગીને બેંગકોક જતી ફ્લાઈટ પકડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here