Wednesday, September 22, 2021
Homeઈ-કોમર્સના ડ્રાફ્ટ પર કંપનીઓ માર્ચ સુધી ભલામણો આપશે
Array

ઈ-કોમર્સના ડ્રાફ્ટ પર કંપનીઓ માર્ચ સુધી ભલામણો આપશે

વાણિજ્ય મંત્રાલયના ઉદ્યોગ પ્રમોશન વિભાગ ડીપીઆઈઆઈટીએ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટ પર ભલામણો આપવાની મુદ્દત 3 સપ્તાહ લંબાવી છે. અગાઉ કંપનીઓ પાસે 9 માર્ચ સુધી ભલામણો મગાવી હતી. મુદ્દત લંબાવવાની સાથે વિભાગે વિભિન્ન પક્ષો સાથે વિચારણા શરૂ કરી છે. જેની પહેલી બેઠકમાં કંપનીઓએ ઈ-કોમર્સ નિકાસ સાથે જોડાયેલી સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. ડેટા સંબંધિત મુદ્દા પર અલગથી પોલિસી બનાવવા માગ કરી છે.

બેઠકમાં ભાગ લેનારા એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે, કંપનીઓએ રિટેલ ટ્રેડિંગમાં બેન્કિંગ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ઉઠાવી હતી. ડીપીઆઈઆઈટીએ ગત મહિને ઈ-કોમર્સ પોલિસી ડ્રાફ્ટ જારી કર્યો હતો. જેમાં ગ્રાહકોનો ડેટા ભારતની બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 41 પેજના ડ્રાફ્ટમાં મુખ્ય 6 મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ડેટા, ઈન્ફ્રાસ્ટ્રાક્ચરનો વિકાસ, ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, રેગ્યુલેટરી મુદ્દાઓ, ડિજિટલ ઈકોનોમીને વેગ તથા ઈ-કોમર્સ મારફત નિકાસને વેગ મળ્યો છે.

ડીપીઆઈઆઈટી અનુસાર, એપ્રિલથી ડિસેમ્બર, 2018 દરમિયાન રૂ. 10,036 પેટેન્ટને મંજૂરી આપવામાં આવી હતી. જે અગાઉના વર્ષ 8,940 કરતાં 12 ટકા વધુ છે. નવ મહિનામાં સરકારે પેટન્ટના 61,768 આવેદનોની તપાસ કરી હતી. પેટેન્ટ હેઠળ કંપનીને પ્રોડક્ટ 20 વર્ષ સુધી વેચવાનો એક્સક્લુઝિવ અધિકાર મળે છે. અન્ય કંપની તે પ્રોડક્ટ બનાવી શકતી નથી. ટ્રેડમાર્ક 10 વર્ષ માટે હોય છે. એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન ટ્રેડમાર્ક ફાઈલિંગ 27 ટકા વધી 2.47 લાખ રહ્યુ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments