Saturday, August 13, 2022
Homeઉજ્જવલા યોજનામાં સિલિન્ડર મળ્યા, ગેસનો ભાવ વધતાં ગરીબોએ લાકડા વાપરવાની શરૂઆત કરી
Array

ઉજ્જવલા યોજનામાં સિલિન્ડર મળ્યા, ગેસનો ભાવ વધતાં ગરીબોએ લાકડા વાપરવાની શરૂઆત કરી

- Advertisement -

ગાંધીનગરઃ મહિલાઓના ઉત્થાન નામે કેન્દ્ર સરકારે બનાવેલી ઉજ્જવલા યોજના આદિવાસી પરિવારોની મહિલાઓને માથે પડી છે. જેને પગલે ગેસ સિલિન્ડર મોંઘા પડતાં ફરી લાકડા બાળવાની શરૂઆત કરવી પડી છે.

આદિવાસી પરિવારોને સગવડતાના નામે સરકારે BPL કાર્ડમાં ગેસના બાટલા આપ્યા પરંતુ ગેસના સિલિન્ડર લેવા માટેની એજન્સીને અગાઉ આપવા પડતાં 900 રૂપિયા જ નથી તો ખરીદશે કેવી રીતે? આ સાથે જ સરકારે ગેસના સિલિન્ડર આપતાં જ ગરીબ આદિવાસીઓને APL(Above Poverty Line)માં લઈ લેતાં અન્ય લાભો પણ બંધ થઈ ગયાં છે.

આદિવાસીઓ સાથે કામ કરતી દિશા એનજીઓના અનુસાર, ગુજરાતના આદિવાસી જિલ્લાઓ ડાંગ, નર્મદા, છોટા ઉદ્દેપુર, પંચમહાલ, અરવલ્લી, ભરૂચ, સાબરકાંઠા, દાહોદ સહિતના જિલ્લામાં મોટા ભાગના આદિવાસી પરિવારો ઉજ્જવલા યોજનાનો લાભ લઈ પરેશાન થયા છે. એક રિપોર્ટ અનુસાર 28.2 ટકા પરિવારો પ્રથમ સિલિન્ડર લીધા બાદ ક્યારેય ગેસની સિલિન્ડર લીધી જ નથી. 37.4 ટકા પરિવારોએ બે વખત સિલિન્ડર લીધા બાદ ક્યારેય સિલિન્ડર લીધા નથી અને 18.2 ટકા પરિવારોએ ત્રણ વખત સિલિન્ડર લીધા બાદ ક્યારેય સિલિન્ડર જ લીધા નથી. આ સાથે સરકારે 1080 પરિવારમાંથી 953 પરિવારોને સરકારે BPLમાંથી તાત્કાલિક APLમાં તબદીલ કર્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular