Sunday, October 24, 2021
Homeઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ 2 પ્રદેશ અધ્યક્ષ બનાવશે, ટૂંક સમયમાં જાહેરાત કરશે
Array

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ 2 પ્રદેશ અધ્યક્ષ બનાવશે, ટૂંક સમયમાં જાહેરાત કરશે

લખનઉઃ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં નવા પ્રયોગો કરી શકે છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વ અને પશ્વિમ ઉત્તરપ્રદેશ માટે બે અલગ અલગ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની નિમણૂક કરવાની તૈયારી કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ બન્ને અધ્યક્ષોનાં નામની જાહેરાત થઈ શકે છે. તાજેતરમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મહાસચિવ બનાવાયા છે.

2 મહાસચિવ એટલે 2 અધ્યક્ષ

ઉત્તરપ્રદેશમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલે પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્વિમી ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે. આ પ્રકારે પૂર્વ અને પશ્વિમી ઉત્તરપ્રદેશ માટે બે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે, એક પ્રદેશ અધ્યક્ષને બે પ્રભારી મહાસચિવો સાથે કામ કરવામાં મુશ્કેલી થશે, જેથી રાજ્યને બે વિભાગોમાં વહેંચીને અલગ અલગ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરાઈ શકે છે. આ પહેલા પાર્ટીએ રાજ્યની ચાર વિસ્તારોમાં વહેંચણી કરીને પ્રભારીઓની નિમણૂક કરી હતી.
પૂર્વ ઉત્તરપ્રદેશમાં કોઈ બ્રાહ્મણ નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવાની સંભાવનાઓ છે. જ્યારે પશ્વિમી ઉત્તરપ્રદેશમાં ઓબીસી અથવા મુસ્લીમ નેતાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકાય છે.

આ છે ફોર્મ્યુલા

ફોર્મ્યુલા નંબર-1: રાજ્યમાં બે પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે જેમાં અલગ અલગ પ્રભારીઓ સાથે કામ લેવામાં આવશે. આ બન્નેની નીચે સેક્રટરી અને અન્ય ટીમ પણ કામ કરશે

ફોર્મ્યુલા નંબર-2: એક અધ્યક્ષ, 4 વર્કિંગ અધ્યક્ષ, 8 સેક્રેટરી જેમાં 4 પશ્વિમી ઉત્તરપ્રદેશ અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments