ઉત્તરપ્રદેશમાં માયા બની મુલાયમ, ભાજપ 50થી વધુ બેઠક પર આગળ

0
51

લખનઉઃ લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ 57 સીટ પર આગળ છે. ભાજપને આ વખતે 49% વોટ મળ્યા છે. 2014 લોકસભા ચૂંટણીમાં 42.6% મળ્યા હતા. જોકે આ વખતે બીજેપીને 2014ની સરખામણીએ 16 સીટનું નુકસાન થવાની શક્યતા છે. અહીં ગઠબંધન 20 સીટ (બસપા-11, સપા-8 અને આરએલડી-1) પર આગળ જોવા મળી રહ્યા છે. ગઠબંધનમાં બસપાને ફાયદો જોવા મળી રહ્યો છે. બસપા ગઈ વખતે ઉત્તર પ્રદેશમાં ખાતુ પણ ખોલી શકી નહતી. આ વખતે પાર્ટી 11 સીટથી આગળ ચાલી રહી છે. કોંગ્રેસ માત્ર 1 સીટથી આગળ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 80 લોકસભા સીટ છે. 2014માં તેમાંથી એનડીએને 73 સીટ પર જીત મળી હતી.

અપડેટ્સ

 • વારાણસીથી નરેન્દ્ર મોદી 1 લાખ 44 હજાર વોટથી આગળ
 • રાજનાથ સિંહ લખનઉ સીટ પર 93 હજાર વોટથી આગળ
 • ઉન્નાવથી સાક્ષી મહારાજ 1 લાખ 80 હજાર વોટથી આગળ
 • રાયબરેલીથી સોનિયા ગાંધી 26 હજાર વોટથી આગળ
 • પીલીભીતથી વરુણ ગાંધી 59 હજાર વોટથી આગળ
 • મુલાયમ સિંહ મૈનપુરીથી 12 હજાર વોટથી આગળ
 • અલ્હાબાદથી રીતા બહુગુણા જોશી આગળ
 • અમેઠીમાં સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીથી 5429 વોટથી આગળ
 • આજમગઢથી પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આગળ
 • બદાયૂથી મુલાયમ સિંહના ભત્રીજા ધર્મેન્દ્ર યાદવ પાછળ, ભાજપના સંઘમિત્રા મૌર્ય આગળ
 • બાગપતથી રાલોદના જયંત ચૌધરી આગળ
 • ફતેહપુરથી કેન્દ્રિય મંત્રી નિરંજન જ્યોતિ આગળ
 • ફતેહપુર સીકરીથી રાજ બબ્બર પાછળ
 • ગૌતમ બુદ્ધ નગરથી કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા આગળ
 • ગાઝિયાબાદથી કેન્દ્રિય મંત્રી વીકે સિંહ આગળ

26 વર્ષ પછી સપા-બસપાનું ગઠબંધન થયું: મુલાયમ સિંહ યાદવે 1992માં સમાજવાદી પાર્ટીનું ગઠબંધન કર્યું હતું. 1993ની વિધાનસભા ચૂંટણીમાં સપા-બસપાનું ગઠબંધન થયું હતું. ત્યારે બસપાની કમાન કાંશીરામ પાસે હતી. સપા 256 અને બસપા 164 સીટ પર ચૂંટણી લડી હતી. સપાને 109 અને બસપાને 67 સીટો મળી હતી. જોકે 2 જૂન 1995માં ગેસ્ટ હાઉસ કાંડ પછી આ ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારે લખનઉના ગેસ્ટ હાઉસમાં માયાવતી સાથે સપાના સમર્થકોએ ખરાબ વર્તન કર્યું હતું.

2014માં સપા-બસપા સાથે લડત તો શું પરિણામ આવતઃ 2014માં ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને આરએલડીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપે તેમના સહયોગી દળ સાથે મળીને ચૂંટણી લડી હતી. એનડીએએ 73 સીટ પર જીત મેળવી હતી. તેમાં 31 સીટો પર સપા, 34 પર બસપા અને એક પર આરએલડી બીજા સ્થાને રહી હતી. તે સમયે આ પક્ષ ભેગા મળીને ચૂંટણી લડ્યા હોત તો મતની ટકાવારી (22.3+19.8+0.9) 43% થઈ ગઈ હોત. ત્યારે ભાજપ અને તેમના સહયોગીની મતની ટકાવારી (42.6+1)થી 0.6% ઓછી રહેત. સપા, બસપા અને આરએલડી મળીને ચૂંટણી લડ્યા હોત તો તેઓ મોટા ભાગના વોટ ટ્રાન્સફર કરવામાં સફળ રહેત, જ્યારે 53 સીટો એવી છે જેના પર એનડીએ ઉમેદવારો કરતા વધારે વોટ મેળવવામાં સફળતા મળી હોત તે ચોક્કસ છે.

2014ના પરિણામ

પાર્ટી સીટ વોટની ટકાવારી
ભાજપ 71 42.6%
સપા 5 22.3%
કોંગ્રેસ 2 7.5%
અપના દળ 2 1%
બસપા 0 19.8%
આરએલડી 0 0.9%

કોંગ્રેસે 73 સીટ પર ચૂંટણી લડી હતી, પ્રિયંકા-સિંધિયાને મહાસચિવ બનાવ્યા

કોંગ્રેસ અને સપાએ 2017માં સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. જોકે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મહાગઠબંધનમાં સામેલ નહીં કરવામાં આવે. ગઠબંધનમાં અમેઠી અને રાયબરેલીથી ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસે પણ સાત સીટો ગઠબંધન માટે છોડી દીધી હતી. કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉત્તર પ્રદેશની જવાબદારી આપીને પાર્ટીના મહાસચિવ બનાવ્યા હતા. પ્રિયંકાએ પહેલીવાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને પૂર્વી ઉત્તરપ્રદેશની દરેક સીટ પર પ્રચાર કર્યો હતો.

ઉત્તરપ્રદેશ: મોદીએ 31, રાહુલે 17 જનસભા કરી

આ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્ય ફોકસ ઉત્તરપ્રદેશ-બંગાળ અને ઓરિસ્સામાં રહ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીએ કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢને વધારે મહત્વ આપ્યું હતું. મોદીએ ઉત્તરપ્રદેશમાં 29 અને રાહુલ ગાંધીએ 17 રેલી કરી હતી.

આ વખતના એક્ઝિટ પોલના અંદાજે

ઉત્તર પ્રદેશ: કુલ 80 સીટ ભાજપ+ સપા+બસપા+આરએલડી કોંગ્રેસ
એબીપી ન્યૂઝ 33 45 2
ઈન્ડિયા ટૂડે એક્સિસ 62-68 10-16 1-2
ઈન્ડિયા ન્યૂઝ-પોલસ્ટ્રેટ 37 40 2
ટાઈમ્સ નાઉ-વીએમઆર 58 20 2
રિપબ્લિક-સી-વોર 48 40 2
ન્યૂઝ 18 આઈપીએસઓએસ 60-62 17-19 1-2
ન્યૂઝ 24- ટુડેઝ ચાણક્ય 65 13 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here