ઉત્તરપ્રદેશમાં લઠ્ઠાકાંડમાં કુશીનગર અને સહારનપુરમાં 15 લોકોના મોત, 9 ઓફિસર્સ સસ્પેન્ડ

0
33

લખનઉ: કુશીનગર અને સહારનપુર જિલ્લામાં ઝેરીલો દારૂ પીવાના કારણે 15 લોકોના મોત થયા છે. કુશીનગરમાં 10 અને સહારનપુરમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અંદાજે આટલા જ લોકો હોસ્પિટલમાં એડ્મિટ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શુક્રવારે આ વિશે માહિતી મળી છે. તેમના આદેશ પર એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના પાંચ તેમજ પોલીસ વિભાગના ચાર ઓફિસર્સ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત દયાલ ચેનપટ્ટીમાં મંગળવારે રાતે ઝેરીલો દારૂ પીવાના કારણે ત્રણ લોકોના મોત થયા છે. તે લોકોએ ગામની બહાર ઈંટ ભઠ્ઠામાં બનતો દારૂ પીધો હતો. ત્યારપછી છેલ્લાં 72 કલાકમાં દારૂ પીને બીમાર થયેલા અન્ય સાત લોકોના મોત થયા હતા.

ગામના લોકોને ગુસ્સો આવ્યો, ઓફિસર્સ સમજાવા પહોંચ્યા; સતત દારૂના કારણે થતાં મોતથી ગામના લોકોમાં ખૂબ ગુસ્સો છે. ગુરુવારે કો. કલેક્ટર ડૉ. અનિલ કુમાર સિંહ અને એસપી રાજીવ નારાયણ મિશ્રા સહિત ઘણાં ઓફિસર્સ ગામના લોકોને સમજાવા પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ અને એક્સાઈઝ વિભાગની મિલીભગતથી ગામમાં સ્પિરિટથી બનાવવામાં આવેલા દારૂનો વેપાર થઈ રહ્યો છે. આ વિશે નેતાઓને પણ બધી ખબર છે.

અનેક અધિકારી-કર્મચારીઓ સસ્પેન્ડ; મુખ્યમંત્રીના નિર્દેશ પર શુક્રવારે ક્ષેત્રના એક્સાઈઝ ઈન્સ્પેક્ટર એચએન પાંડે અને વિભાગના સિપાહી પ્રહલાદ સિંહ, રાજેશ તિવારી, રવીન્દ્ર કુમાર અને બ્રહ્માનંદને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસ વિભાગમાં ક્ષેત્રના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનયકુમાર પાઠક, ભીખૂ રાય અને બે સિપાહ કમલેશ યાદવ તેમજ અનિલ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here