ઉત્તરપ્રદેશ : કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને ભત્રીજાની હત્યા; ગાળાગાળીનો વિરોધ કરતા પાડોશીએ ગોળી મારી

0
0

ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના પ્રસિદ્ધપુર ગામમાં મંગળવાર રાતે કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અશોક પટેલ અને તેમના ભત્રીજાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારપછી અશોકના પરિવારજનોએ આરોપીના ઘરમાં આગ લગાવી દીધી. હાલ સ્થિતિ કાબૂમાં છે, પણ તણાવ હજી ચાલું છે. ફરાર થયેલ આરોપીની ધરપકડ માટે પોલીસ સતત શોધખોળ કરી રહી છે.

આરોપી દારૂ પીને ગાળાગાળી કરી રહ્યો હતો

મંગળવાર રાતે લગભગ 10 વાગ્યે આરોપી કમલેશ રૈકવાર, અશોક પટેલના ઘરની સામે જઈને દારૂ પીવા લાગ્યો અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. અશોકે વિરોધ કર્યો તો કમલેશ લાઈસન્સ વાળી બંદૂક લઈને આવ્યો અને ફાયરિંગ કરી દીધું.હુમલામાં અશોક અને તેના ભત્રીજા શુભમને ગોળી વાગવાથી બન્નેનું ઘટના સ્થળે મોત થઈ ગયું. અશોકના પરિવારજનોએ કમલેશના ઘરમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. આનાથી બે પાડોશીઓના ઘરમાં પણ આગ લાગી ગઈ અને આખા ગામમાં અફરા તફરી થઈ ગઈ હતી. પછી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો.

આરોપીની ધરપકડ માટે 3 ટીમો બનાવવામાં આવી

પોલીસ અધિક્ષક અંકિત મિત્તલ, અપર પોલીસ અધીક્ષક પ્રેમ પ્રકાશ સ્વરૂપ પાંડે, સીઓ રજનીશ યાદવ અને પહાડી પોલીસ સ્ટેશનવ પ્રભારીએ ગામમાં તપાસ કરી. પોલીસ અધિક્ષકે કહ્યું કે, આરોપીને પકડવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here