ઉત્તરપ્રદેશ : કોંગ્રેસ, સપા-બસપા સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો ભાજપની 8 સીટ ઘટત

0
62

નવી દિલ્હી: સપા-બસપા-આરએલડીના મહાગઠબંધન છતા એનડીએ ઉત્તરપ્રદેશમાં 64 સીટ જીતવામાં સફળતા મળી છે. જ્યારે ગઠબંધનને 15, કોંગ્રેસને 1 સીટ પર જીત મળી છે. ભાજપને અહીં 49.5 ટકા મત મળ્યા છે. મહાગઠબંધનને 38.97 ટકા ( સપા- 17.98%, બસપા-19.31%, આરએલડી-1.68%) વોટ મળ્યા છે. અહીં કોંગ્રેસને 6.26% વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસમાં માત્ર સોનિયા ગાંધી રાયબરેલી સીટ પરથી જીત્યા છે.

સપા-બસપાએ કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ ન કર્યા: 2017માં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ અને સપાએ સાથે મળીને લડી હતી. પરંતુ આ વખતે સપા-બસપા ગઠબંધને કોંગ્રેસને સામેલ કર્યા નહતા. જોકે ગઠબંધને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સીટ પર ઉમેદવાર ઉતાર્યા નહતા. જ્યારે કોંગ્રેસે પણ 7 સીટો પર સપા-બસપા ગઠબંધન વિરુદ્ધ ઉમેદવાર ઉતાર્યા નહતા.

ઉત્તર પ્રદેશમાં ગઠબંધન બેઅસર રહ્યું: માનવામાં આવતું હતું કે, ગઠબંધન ઉત્તરપ્રદેશમાં ભાજપનો વિજય રથ રોકવામાં સફળ થઈ જશે. પરંતુ આ ચૂંટણીમાં સપા-બસપાના વોટ એકબીજાને ટ્રાન્સફર ન થયા અને તેનો ફાયદો ભાજપને થયો હતો. જોકે કોંગ્રેસે અલગ ચૂંટણી લડી હોવાનું નુકસાન પણ ગઠબંધનને થયું હતું.

કોંગ્રેસ ગઠબંધનમાં સામેલ થઈ હોત તો ભાજપને 8 સીટ ઓછી મળત: કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં થયેલા ગઠબંધનમાં સામેલ થઈ હોત તો પાર્ટીના સમગ્ર વોટ ટ્રાન્સફર થઈ જાત અને ભાજપને 8 સીટ ઓછી મળી હોત. કોંગ્રેસે આ સીટ પર ભાજપના ઉમેદવારને મળેલી જીતના અંતરથી વધારે ગઠબંધનના મત કાપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here