Thursday, February 22, 2024
Homeદેશઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા

- Advertisement -

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢની નજીક જણાવવામાં આવી રહ્યું છે. રવિવારે સવારે લગભગ 9:00 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે લગભગ 9:00 વાગ્યે પિથોરાગઢથી 10 કિમી દૂર 23 કિમીની ઊંડાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. હાલ કોઈ પણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી નથી મળી.

આ અગાઉ 9 નવેમ્બર 2022ના રોજ પિથોરાગઢમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર બિંદુ નેપાળની સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાથી 90 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ઉત્તરકાશી અને પિથોરાગઢનો વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular