Tuesday, September 21, 2021
Homeઉત્તરાખંડના પૂર્વ CM ખંડૂરીના પુત્ર કોંગ્રસમાં જોડાયા; પ્રિયંકાનો યુપી પ્રવાસ ચોથી વખત...
Array

ઉત્તરાખંડના પૂર્વ CM ખંડૂરીના પુત્ર કોંગ્રસમાં જોડાયા; પ્રિયંકાનો યુપી પ્રવાસ ચોથી વખત રદ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીના પુત્ર મનીષ શનિવારે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે દેહરાદૂનમાં રાહુલગાંધીની રેલીમાં જ તેઓ પક્ષમાં જોડાયા છે. તો બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો યુપી પ્રવાસ ચોથી વખત રદ થયો છે. તેઓ 18-20 માર્ચ સુધી ત્રણ દિવસના પ્રવાસમાં પ્રયાગરાજથી વારાણસી મોટરબોટથી જવાના હતા. આ અંગે યુપીનાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે, આ અંગે હજુ સુધી કોઈ કાર્યક્રમ નક્કી કરાયો નથી.

ભાજપનાં નેતાનું પાર્ટીમાંથી રાજીનામું
બિકાનેરના ભાજપ નેતા દેવી સિંહ ભાટીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું કે, હું બિકાનેરનાં ભાજપ સાસંદ અર્જુન રામ મેઘવાલની પક્ષવિરોધી પ્રવૃત્તિઓને કારણે રાજીનામું આપી રહ્યો છું. આ અંગેની ચર્ચા હું પહેલા પણ પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ સાથે કરી ચુક્યો છું. પરંતુ લાગે છે કે પાર્ટીએ તેમને ફરી ટિકીટ આપવાનું નક્કી કરી લીધું છે. મેઘવાલ કેન્દ્રીયમંત્રી છે.
કોંગ્રેસના ધારાસભ્ય પક્ષમાંથી અલગ થયા
ઓરિસ્સાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રકાશ ચંદ્ર બહેરાએ પણ પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધુ છે. તેમણે રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યુ છે. બહેરા કટકની સાલેપુર બેઠક પરથી ધારાસભ્ય છે.
પ્રકાશ આંબેડકરે 37 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ
મહારાષ્ટ્રના દલિત નેતા અને ડો. ભીમરાવ આંબેડકરનાં પપૌત્ર પ્રકાશ આંબેડકરે 37 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. પ્રકાશે AIMIM સાથે મળીને મહારાષ્ટ્રની પછાત જાતિઓનો પક્ષમાં સમાવેશ કર્યો છે. આ વર્ગ કોંગ્રેસ-રાકાપાના પરંપરાગત મતદાતાઓ છે. લોકસભા ચૂંટણીમાં વોટ કપાવવાની આશંકાઓને કારણે બન્ને પાર્ટીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
અલકાએ કહ્યું- કોંગ્રેસની ઓફર પર વિચારશે
આમ આદમી પાર્ટીની અસંતુષ્ટ ધારાસભ્ય અલકા લાંબાએ કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્યા છે. અલકાએ કહ્યું કે, હું 2 દાયકા સુધી કોંગ્રેસમાં રહી છું. જો મને કોંગ્રેસ પક્ષમાંથી ઓફર મળશે તો તે આ અંગે વિચારશે. તેમણે દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સંભાવનાઓ હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ સમયે રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે એકજૂથ થવાનો સમય છે.
તેજપુરના ભાજપ સાંસદે પાર્ટીમાંથી રાજીનામું
આસામનાં ભાજપ સાંસદ રામ પ્રસાદ શર્માએ શનિવારે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તેમણે પાર્ટીનાં જુના કાર્યકર્તાઓને બાયપાસ કરવાનો આરોપ લગાવ્યો છે. શર્મા ગોરખા સમુદાયમાંથી આવે છે અને તેમણે તેજપુર બેઠક પરથી છેલ્લી ચૂંટણી લડી હતી. આ બેઠક ગોરખાની બહુમતી વાળી છે. આ વખતે પણ શર્માની ટિકીટ અહીથી જ મળવાની સંભવાનાઓ હતી. તેઓ હવે કયા પક્ષ સાથે જોડાશે તે અંગેની હજુ કોઈ માહિતી સામે આવી નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments