ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનારા સામે ફોજદારી સુધીનાં કડક પગલાં: સુરત ક્લેકટર

0
45

સુરતઃ પતંગની દોરીના કારણે પક્ષીઓ મોતના મુખમાં ન ધકેલાઈ જાય એ માટેનું વિશેષ આયોજન રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત હાથ ધરાયું છે. આ માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સોમવારે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટર ડો. ધવલ પટેલે કહ્યું હતું કે ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનારા સામે ફોજદારી કેસ પણ દાખલ કરવામાં આવશે. તા. 10થી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવાશે.ઉત્તરાયણ બાદ વીજતાર અને વૃક્ષો પર લટકતા દોરાના કારણે પણ સંખ્યાબંધ પક્ષીઓ ઘાયલ થાય છે. પરિણામે કલેક્ટરે પાલિકા, વન વિભાગ, ડીજીવીસીએલના અધિકારીઓને આવા તાર તાત્કાલિક અસરથી દૂર કરવા આદેશ કર્યો હતો.

આ બેઠકમાં નક્કી કરાયા મુજબ શહેર અને જિલ્લામાં 14 સ્વયંસેવી સંસ્થા, 9 પશુ આરોગ્ય કેન્દ્રો, 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 1,285 જેટલા સ્વયંસેવકો અને તબીબો ખડેપગે રહેશે. આ ઉપરાંત સારવાર કેન્દ્રની દેખરેખ માટે વનવિભાગની ખાસ 6 ટીમો કાર્યરત રહેશે.

ઘાયલ પક્ષીને મોતના મુખમાં જતા અટકાવવા હેલ્પલાઇન નંબર જાહેર કરાયું છે. હેલ્પ લાઇન નંબર:1962 અથવા 7227023123 ઉપર જાણ કરી શકાશે. આપનો એક ફોન પક્ષીને મોતના મુખમાંથી બચાવી શકશે. તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here