Tuesday, October 26, 2021
Homeઉત્તરાયણે અમદાવાદ એરપોર્ટ પર વિમાનોને પતંગ-તુક્કલથી બચાવવા માટે રન-વે પર 18 કર્મચારીઓ...
Array

ઉત્તરાયણે અમદાવાદ એરપોર્ટ પર વિમાનોને પતંગ-તુક્કલથી બચાવવા માટે રન-વે પર 18 કર્મચારીઓ મુકાશે

અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન કપાઈને આવેલી પતંગો તેમજ સાંજના સમયે આવતી તુક્કલ ફ્લાઈટ સાથે અથડાય નહીં તે માટે રનવે પર તહેનાત રહેતા કર્મચારીઓ ઉપરાંત 15 જાન્યુઆરી સુધી વધારાના કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.વધુમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં લોકો તુક્કલ ન ઉડાડે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. એજ રીતે એરપોર્ટ પર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

સામાન્યરીતે રનવે પર 12 કર્મચારીઓ એક શિફ્ટમાં તહેનાત હોય છે જેઓ પક્ષીઓ ભગાડવાનું કામ કરે છે. ઉત્તરાયણ દરમિયાન આ રૂટિન કર્મચારીઓ ઉપરાંત વધુ 6 જેટલા કર્મચારીઓ પણ તેમની સાથે તહેનાત કરાશે જેઓ રનવે પર આવતા પતંગ અને તુક્કલ ઝડપથી હટાવી ફ્લાઈટ મુવમેન્ટને સરળ બનાવશે. એજરીતે ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ સમયે પાયલટ રનવે પર તકેદારી રાખે તેવી સૂચના આ તમામ એરલાઈન્સને આપવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે રનવે પરથી આજુબાજુમાં ઊગી ગયેલું ઘાસ પણ કાપી નખાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments