ઉત્તર પ્રદેશના નેતાઓની સંપત્તિ તેજીથી વધી; જેમાં રાહુલ ગાંધીની 17 ગણી, મુલાયમની 14 ગણી થઈ : રિપોર્ટ

0
30

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં તમામ પક્ષના ચૂંટાયેલાં નેતાઓની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે. બસપા ધારાસભ્ય મુખ્તાર અંસારી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપત્તિમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. આ વાત એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને યુપી ઈલેકશન વોચના શુક્રવારે જાહેર થયેલાં રિપોર્ટમાં સામે આવ્યું છે. જેમાં કહેવાયું છે કે ભાજપ, બસપા, સપા અને કોંગ્રેસના ચૂંટાયેલાં સભ્યોમાંથી 21%થી 42%ના ગુનાકીય રેકોર્ડ છે.

રિપોર્ટ મુજબ 2004થી 2017 વચ્ચે ઉત્તરપ્રદેશના સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિમાં સરેરાશ વધારો લગભગ 6 કરોડ રૂપિયાનો થયો છે. જ્યારે કે 31 અપક્ષ અને અન્ય ધારાસભ્યોની સંપત્તિમાં સરેરાસ 7.74 કરોડ રૂપિયા ઉમેરાયાં છે. બસપા ધારાસભ્ય મુખ્તાર અંસારીની સંપત્તિ 2007માં 82.19 લાખ રૂપિયાથી થોડીક વધુ હતી જે 2017માં વધીને 21.88 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

 

કોની કેટલી સંપત્તિ વધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2004ની લોકસભા ચૂંટણીમાં 55.38 લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, જે 2014માં વધીને 9.40 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ. 10 વર્ષમાં તેમની સંપત્તિ 8.84 કરોડ રૂપિયા વધી જે 17 ગણી વધુ છે. રાયબરેલીથી સાંસદ સોનિયા ગાંધીની સંપત્તિમાં 8.43 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સંપત્તિ 2004માં 1.15 કરોડ રૂપિયાથી 14 ગણી વધીને 2014માં 15.96 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીની સંપત્તિ 10 વર્ષમાં વધીને 37 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
1443 નેતાઓ વિરૂદ્ધ ગુનાકીય કેસ
રિપોર્ટ મુજબ 2014માં લોકસભા ચૂંટણીથી લઈને 2017માં થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજ્યમાં કુલ 19,971 ઉમેદવારોમાંથી 1,443એ ચૂંટણી પંચને સોંપેલા એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમના વિરૂદ્ધ ગુનાકીય મામલાઓ છે. આ ઉમેદવારોમાંથી લગભગ 23 ટકા એટલે કે 328એ જણાવ્યું કે તેમના વિરૂદ્ધ ગંભીર ગુનાઓ દાખલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here