Friday, March 29, 2024
Homeઉત્તર પ્રદેશની સરકારમાં રેતી ખનન મામલાની તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીની બદલી
Array

ઉત્તર પ્રદેશની સરકારમાં રેતી ખનન મામલાની તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીની બદલી

- Advertisement -

ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ખનન મામલામાં સીબીઆઈ અધિકારી ગગનદીપ ગંભીરની બદલી કરવામાં આવી છે. ગગનદીપ અખિલેશ યાદવની સરકારમાં થયેલા રેતી ખનન મામલાની તપાસ કરી રહ્યા હતા. સીબીઆઈએ ડીઆઈજી રેંકના ચાર જેટલા અધિકારીઓની ટ્રાન્સફર કરી છે. જેમા ગગનદીપ સાથે અનિશ પ્રસાદનું નામ પણ સામેલ છે.

ઉત્તર પ્રદેશમાં રેતી ખનન મામલામાં આઈએએસ અધિકારી બી. ચંદ્રકલા, સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રમેશ મિશ્રા અને લીઝ હોલ્ડર આદિલ ખાન સહિતના નેતાઓ તપાસના ઘેરામાં છે. ખનન મામલામાં તપાસના દાયરામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ આવી શકે છે. કેમ કે, અખિલેશ યાદવ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે ખનન વિભાગ તેમની પાસે હતો. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ આ મામલે અખિલેશ યાદવની પૂછપરછ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular