Wednesday, December 8, 2021
Homeઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકલા હાથે માત્ર પાંચ બેઠકો પર જ લડત આપી...
Array

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકલા હાથે માત્ર પાંચ બેઠકો પર જ લડત આપી શકશે

2017માં યુપીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે એક જ બસ પર સવાર થઈને રોડ શો કર્યા હતા.જોકે બે વર્ષમાં ચિત્ર બદલાઈ ગયુ છે. હવે અખિલેશ યાદવ સાથે માયાવીત તસવીરોમાં જોવા મળી રહ્યા છે.સપા અને બસપા ભેગા થઈને યુપીમાં ચૂંટણી લડવાના છે.

તેવા સંજોગોમાં યુપીમાંથી કોંગ્રેસનો એકડો નીકળી જાય તેવી શક્યતા છે. યુપીની 80 બેઠકો પર કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની છે.તેવા સંજોગોમાં કોંગ્રેસ ખરેખર એકલા હાથે લડવાની સ્થિતિમાં છે તે જોવા રહ્યુ.

કારણકે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી યુપીમાં કોંગ્રેસના મતમાં સતત ઘટાડો થતો રહ્યો છે.2012ની વિધાસભામાં કોંગ્રેસને 11.6 ટકા મત સાથે 28 બેઠકો, 2014ની લોકસભા ચૂંટણીમાં 7.5 ટકા વોટ સાથે 2 બેઠકો અને 2017ની વિધાનસભામાં 6.25 ટકા મત સાથે 7 બેઠકો મળી હતી. આ જ પ્રકારનુ ધોવાણ ચાલુ રહ્યુ તો 80 પૈકી માંડ ચાર કે પાંચ બેઠકો પર કોંગ્રેસ ટક્કર આપી શકશે.ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 114 બેઠકો પરથી ખાલી સાત બેઠકો પર ચૂંટણી જીતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments