Saturday, October 23, 2021
Homeઉત્તર પ્રદેશ મામલે કોંગ્રેસે ખોલી દીધા પોતાના પત્તા, હવે લડશે આરપારની લડાઈ
Array

ઉત્તર પ્રદેશ મામલે કોંગ્રેસે ખોલી દીધા પોતાના પત્તા, હવે લડશે આરપારની લડાઈ

કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એકલા ચૂંટણી લડવા તૈયાર છે તેમ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના એક ટોચના નેતાએ જણાવ્યું છે. કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર રાજીવ બક્ષીએ જણાવ્યું છે કે, કોંગ્રેસ પાસે લોકસભામાં ૪૫ બેઠકો છે. જે કોઇ પણ પ્રાદેશિક પક્ષ કરતા વધારે છે. બક્ષીએ જણાવ્યું છે કે અમે એક રાજકીય પક્ષ છીએ અને અમે ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છીએ.  પક્ષના અન્ય એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ માને છે કે રાજ્યમાં કોંગ્રેસની એક આગવી ઓળખ હોવાથી તેણે એકલા હાથે ચૂંટણી લડવી જોઇએ. બક્ષીએ જણાવ્યું હતું કે, કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન કરવું કે નહીં તે અંગેેનો નિર્ણય પક્ષના હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવશે. જો કે પક્ષના કાર્યકરો માને છે કે રાજ્યમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવી જોઇએ.

ચૂંટણીમાં સપા-બસપાનું જોડાણ સફળ સાબિત થશે

રાહુલ ગાંધી અગાઉ જ જણાવી ચૂક્યા છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઇએ. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદના એક દિવસ અગાઉ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સપા-બસપાનું જોડાણ સફળ સાબિત થશે અને ભાજપને હારનો સામનો કરવો પડશે.

ભાજપને કારમો પરાજ્ય સહન કરવો પડશે

યાદવે જણાવ્યું હતું કે લોકસભાની પેટા ચૂંટણીમાં પણ અમારું જોડાણ સફળ રહ્યું હતું અને ભાજપને હારનો સામનો કરવો પડયો હતો. આ વખતે પણ અમારું ગઠબંધન સફળ રહેશે અને ભાજપને કારમો પરાજ્ય સહન કરવો પડશે. અખિલેશે જણાવ્યું હતું કે આવતીકાલની પત્રકાર પરિષદમાં સપા-બસપા ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ભાજપ એટલા માટે મજબૂત બન્યો હતો કારણકે તેણે પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કર્યુ હતું અને તેમનો પક્ષ પણ જોડાણ કરીને મજબૂત બન્યો છે. અમારા જોડાણથી ફક્ત ભાજપમાં જ નહીં પણ કોંગ્રેસમાં પણ ભય વ્યાપી ગયો છે.

રાયબરેલી અને અમેઠી એમ કુલ બે બેઠક કોંગ્રેસને આપવામાં આવશે

જો કે સપાએ જણાવ્યું છે કે તે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી માટે રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવારો ઉભા રાખશે નહીં. યાદવે આગામી ચૂંટણી માટે ‘હમારા કામ બોલતા હે, બીજેપી કા ધોખા બોલતા હે’ સૂત્ર આપ્યું છે. સપા રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ એસ સી મિશ્રાએ આવતીકાલની સંયુક્ત પત્રકાર પરિષદની જાહેરાત કરી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર સપા અને બસપા બંને ૩૭-૩૭ બેઠકો પર ચૂંટણી લડશે. રાયબરેલી અને અમેઠી એમ કુલ બે બેઠક કોંગ્રેસને આપવામાં આવશે. આરએલડી અને નિશાદ પાર્ટીને પણ ગઠબંધનમાં સામેલ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments