Sunday, November 28, 2021
Homeઉદ્ઘાટનને 9 દિવસ બાકી છતાં 14 ફ્લોર પર ફર્નિચરનું કામ બાકી
Array

ઉદ્ઘાટનને 9 દિવસ બાકી છતાં 14 ફ્લોર પર ફર્નિચરનું કામ બાકી

અમદાવાદ: સરકારના ડ્રિમ પ્રોજેક્ટ પૈકીના એક એટલે કે, સરદાર વલ્લભભાઇ હોસ્પિટલ (નવી વી.એસ)નું પી.એમ મોદીના હાથે લોકાર્પણ આડે હવે નવ જ દિવસ બાકી છે. આમ છતાં હજુ હોસ્પિટલના 14 ફ્લોર પર ફર્નિચર અને લાઇટનું કામ થયું નથી. સત્તાધીશો પણ માને છે કે, આટલા ટુંકા ગાળામાં આ કામ પૂર્ણ થવું શક્ય નથી માટે લોકાર્પણ સમયે 300 બેડથી હોસ્પિટલ શરૂ કરાશે. ત્યાર બાદ જેમ જેમ કામ પૂર્ણ થશે તેમ તેમ અલગ અલગ ફ્લોર લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે. 18મા માળે ઓડિટોરિયમ બનાવાયું છે.

રાજ્યની એકમાત્ર એર એમ્બ્યુલન્સ સુવિધા વાળી નવી એસવીપી હોસ્પિટલ મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોને ટક્કર મારે તેવી સુવિધાથી સજ્જ થઇ રહી છે. પરંતુ લગભગ 14 ફ્લોર પર મોટાભાગનું કામ બાકી છે. ફર્નિચર-લાઇટ ફિટીંગ લાગશે ત્યાર બાદ બેડ અને મેડિકલ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવાના બાકી છે. આટલું બધુ કામ નવ દિવસમાં શક્ય નથી. નવી હોસ્પિટલ માટે પાર્કિંગની સમસ્યા પણ માથાનો દુખાવો સાબિત થાય તો નવાઇ નહીં. જેના માટે જુની હોસ્પિટલનો કેટલોક ભાગ તોડી પાડવાની વિચારણા છે. ત્યાં પાર્કિંગ ન બને ત્યાં સુધી રિવરફ્રન્ટ પર એક પ્લોટનું પાર્કિંગ પુરતુ નથી તેમ જાણકારોનું માનવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments