ઉનાના પાલડી ગામનાં માછીમારનું પાકિસ્તાનની જેલમાં તબિયત લથડતાં મોત

0
29

ઉના: ઉનાનાં પાલડીના માછીમારનું પાકિસ્તાન જેલમાં મોત થયાનાં સમાચાર માદરે વતન આવતા પરિવાર શોકમય બની ગયો છે. અને મૃતકનો મૃતદેહ વહેલી તકે પરિવારને મળે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

ત્રણ દિવસથી સારવાર દરમ્યાન માછીમારનું મોત

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ વર્ષ 2018માં ઓખા બંદરની અલજુલાઇ બગદાદી નામની બોટ નં.જી જે 25 એમએમ 3890 ના માલીક તોફીક અનીફ સુમરાની બોટમાં તા.15/11/2017 ના રોજ માછીમાર તરીકે બંધાયેલા ઉના તાલુકાના પાલડીના ભીખાભાઇ ભગવાનભાઈ બાંભણીયા નામના આ સાગર ખલાસીને દરિયાઈ ફિસીંગ દરમ્યાન પાકિસ્તાન નેવીએ પકડીને લઈ ગયાં બાદ તેમને પાકિસ્તાન લાડી જેલમાં રખાયેલા,

અને ત્યા તેમને પેરાલાયસીસનો હુમલો આવતાં તેમની તબિયત લથડતાં ત્રણ દિવસથી કરાંચીની હોસ્પિટલમાં સારવાર અપાતી હતી. અને સારવાર દરમ્યાન તેમનું મોત થયેલ હોવાના સમાચાર પરિવારે સાંભળતા તેમનાં પાલડી ગામે પરિવારમાં આક્રંદ સાથે કરૂણતા છવાયેલ છે.

રાજય સરકારનાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ ઓફિસિયલ જાણકારી અપાયેલી નથી

આ માછીમારનાં મોત અંગેની રાજય સરકારનાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ ઓફિસિયલ જાણકારી અપાયેલી નથી. પરંતું મૃતક માછીમારનાં સાથે રહેલાં અન્ય ઉના તાલુકાના માછીમારએ આ સમાચારો આપતાં ભીખાભાઇ ભગવાનભાઈ બાંભણીયાના પરિવાર અને તેના સંગાસબંધી તેમજ ગામનાં આગેવાન કમલેશભાઈ, વેલજીભાઇ મસાણી સહિતના વિશાળ સંખ્યામાં લોકો ઉમટી મૃતક માછીમારનાં પરિવારને સાંત્વના આપવા દોડી ગયા હતા,

અને બોટ માલિક તેમજ વેરાવળ ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને વહેલી તકે આ મૃતકનો મૃતદેહ તેમનાં પરિવારને માદરે વતન લાવવામાં આવે તે અંગેની માંગણી કરી હતી.

છ વર્ષ પહેલા ભીખાભાઇનો પુત્ર દરીયામાં લાપતા થયેલ છે

પાલડી ગામના ભીખાભાઇનો પુત્ર બીજલભાઇ ભીખાભાઇ બાંભણીયા વર્ષ 2013માં ઓખાની બોટમાં માછીમારી કરવા ગયેલા ત્યારે દરીયામાં બોટ ડુબી ગયેલ હતી. ત્યારે બીજલભાઇનો હજુ સુધી કોઇ ભાળ મળેલ નથી. તેમના સંતાનમાં બે દિકરી તથા એક પુત્ર હોય તેવો હજુ પિતાની રાહ જોઇ બેઠા છે. પરંતુ તેના પરીવારને સરકાર દ્રારા આજદિન સુધી ફુટી કોડીની સહાય મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here