Sunday, September 19, 2021
Homeઉનાના સુલતાનપુરમાં એક શખ્સે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું અને 2 કિન્નરોએ વીડિયો...
Array

ઉનાના સુલતાનપુરમાં એક શખ્સે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું અને 2 કિન્નરોએ વીડિયો ઉતાર્યો

ઉના: ઉના તાલુકાના સુલતાનપુર ગામે રહેતી પરિણીતાને વિશ્વાસમાં લઇ તેની પાસેથી તેનમોં બોલા ભાઇએ 6 લાખ પડાવી લઇ 6 માસ પહેલા આ શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને એ વખતે બે કિન્નરોએ વીડિયો ક્લીપ ઉતારી ફોટા પણ પાડ્યા હતાં. બાદમાં આ શખ્સ અવાર-નવાર દુષ્કર્મ આચરતો રહેતો હતો. આ ચકચારી ઘટનાની અંતે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેયને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉના શહેરમાં રહેતા અવિજીત ઉર્ફે શક્તસિંહ લાલુ રાઠોડ તેમજ બે કિન્નરો શિલ્પામાસી અને નિલમમાસી આ ત્રણેયએ સુલતાનપુર ગામની વાડી વિસ્તારમાં રહેતી મહિલાને છ માસ પહેલા વિશ્વાસમાં લઇ તેના મોં બોલા ભાઇ અવિજીતે ભાઇ-બહેનનો સંબંધ બનાવી મહિલા પાસેથી 6 લાખ છેતરપીંડી કરી લઇ લીધા હતા. બાદમાં આ મહિલાને તેના પૈસા આપી દેવાનું કહી બોલાવેલ અને ત્રણેયએ મહિલાને કારમાં બેસાડી બદકામ કરવાના ઇરાદે અવાવરુ જગ્યા પર લઇ જઇ ત્યાં વિશ્વજીતે તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને આ સમયે બન્ને કિન્નરોએ મોબાઇલમાં અશ્લીલ ક્લીપ ઉતારી ફોટા પાડી લીધા હતાં. બાદમાં આ ત્રણેયે બ્લેકમેઇલીંગ કરી મહિલાને તેમજ તેના મિત્રને મારી નાખવાની ધમકી આપી મહિલા પાસેથી છૂટક છૂટક 45 હજાર બળજબરીથી કઢાવી લીધા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments