Tuesday, September 21, 2021
Homeઉનાના હિરાના કારખાનેદારને યુવતીએ હનિટ્રેપમાં ફસાવી 5 શખ્સોએ 48 હજાર લૂંટી 20...
Array

ઉનાના હિરાના કારખાનેદારને યુવતીએ હનિટ્રેપમાં ફસાવી 5 શખ્સોએ 48 હજાર લૂંટી 20 લાખની માંગ કરી

જૂનાગઢ: ઉનાનાં પડામાં રહેતા અને હિરાનું કારખાનું ધરાવતા કપિલભાઇ મનસુખભાઇ કુબાવતને બારેક દિવસ પહેલાં જ ગોપી નામની યુવતીએ ફોન કર્યો હતો. સાવ ભળતું નામ આપી એક વખત કોલ કર્યા બાદ તેણે કપિલભાઇને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. સામે કપિલભાઇ પ્રત્યુત્તરમાં ભગવાનનાં ફોટા મોકલતા. જો કે, તા. 27 મીએ ગોપીએ તેને ફોન કરી જૂનાગઢ મળવા બોલાવી સાથે કામ કરતા કિશોર નરશી ગેડીયા અને જયરાજ નારણભાઇ ગોહિલને લઇ કારમાં જૂનાગઢનાં ટીંબાવાડી અને ત્યાં ગોપી સાથે બેસી ગઇ હતી. પણ વાડલા ફાટકથી આગળ ઉલ્ટીઓ થતી હોવાનું કહી ગાડી ઉભી રખાવતા પાછળથી એક કારમાંથી 5 લોકો ઉતર્યા હતા. અને ગાડીની ચાવી કાઢી કપિલભાઇને આ મારી ભત્રીજી છે તમે તેને ક્યાં રેપ કરવા લઇ જાવ છો? કહી કારમાં બેસાડી દીધા હતા અને ત્રણેયને વંથલી નજીકનાં એક આંબાવાડીયામાં લઇ ગયા હતા. અને મારી ભત્રીજી પર રેપ કર્યો એવો કેસ કરીશું બાકી સમાધાનના 20 લાખ આપો એવી માંગણી કરી હતી. જોકે, કપિલભાઇએ ના પાડતાં તેના ખિસ્સામાંથી 48 હજાર, મોબાઇલ લૂંટી લીધા હતા.

બાદમાં રોડ પર ત્રણેયને ઉતારી કાર પાછી આપી હતી. બાદમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ ઓડેદરા ચલાવી રહ્યા છે. પોલીસે વાડી માલિક રણજીત વિસા દિવરાણીયાની પણ પૂછપરછ કરી હતી. આરોપીઓએ ત્રણેયને માર મારવા સાથે મોબાઇલમાં શુટીંગ ઉતારી તેની પાસે એવું બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, અમે રેપ કર્યો છે. જો કે, તેઓ એવું નહોતા બોલ્યા આથી વધુ માર પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments